અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે આગામી નવેમ્બર મહિનામાં મતદાન થશે. જો કે વોટિંગ પહેલા અમેરિકામાં સતત હિંસાના અહેવાલો સામે આવી રહ્યા છે. પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો,
અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે આગામી નવેમ્બર મહિનામાં મતદાન થશે. જો કે વોટિંગ પહેલા અમેરિકામાં સતત હિંસાના અહેવાલો સામે આવી રહ્યા છે. પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો,
અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે આગામી નવેમ્બર મહિનામાં મતદાન થશે. જો કે વોટિંગ પહેલા અમેરિકામાં સતત હિંસાના અહેવાલો સામે આવી રહ્યા છે. પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જ્યારે હવે ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસના ચૂંટણી કાર્યાલય પર ફાયરિંગના સમાચાર પણ સામે આવ્યા છે. પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી છે.
પોલીસે માહિતી આપી છે કે એરિઝોનામાં કમલા હેરિસના ચૂંટણી પ્રચાર કાર્યાલય પર કથિત રીતે ગોળીઓ ચલાવવામાં આવી છે. મધરાત બાદ કોઈ વ્યક્તિએ આ ઘટનાને અંજામ આપ્યો છે. ટેમ્પ પોલીસ વિભાગે ન્યૂયોર્ક પોસ્ટને જણાવ્યું કે દક્ષિણ એવન્યુ અને પ્રિસ્ટ ડ્રાઇવ નજીક ડેમોક્રેટિક નેશનલ કમિટીના ચૂંટણી પ્રચાર કાર્યાલયમાં ગોળીબારથી નુકસાન થયું છે.
પોલીસે કહ્યું છે કે જ્યારે ગોળીઓ ચલાવવામાં આવી ત્યારે ઓફિસમાં કોઈ હાજર નહોતું. જો કે, બિલ્ડીંગમાં કામ કરતા લોકો અને આસપાસના લોકોની સુરક્ષાને લઈને ચિંતાઓ ઉભી થઈ છે. પોલીસ ડિટેક્ટિવ્સ હવે ઘટનાસ્થળે પુરાવા એકત્ર કરી રહ્યા છે. આ વિસ્તારમાં સુરક્ષા વધારવા માટે વધારાના પગલાં પણ લેવામાં આવ્યા છે.
પોલીસે શક્યતા વ્યક્ત કરી છે કે કમલા હેરિસની ઓફિસની આગળની બારીમાંથી ગોળીઓ છોડવામાં આવી હતી. અગાઉ 16 સપ્ટેમ્બરે પણ મધ્યરાત્રિ પછી, BB ગન અથવા પેલેટ ગનથી આગળની બારીઓ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. બંને ઘટનાઓમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. અધિકારીઓ દ્વારા તમામ સંભવિત પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0