ગુજરાતમાં થોડા દિવસ પહેલા જ સુરતમાં ટ્રેન ઉઠલાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ફરી એક વાર બોટાદમાં પણ ટ્રેન ઉથલાવવાના પ્રયાસો કરાયા હતા.
ગુજરાતમાં થોડા દિવસ પહેલા જ સુરતમાં ટ્રેન ઉઠલાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ફરી એક વાર બોટાદમાં પણ ટ્રેન ઉથલાવવાના પ્રયાસો કરાયા હતા.
ગુજરાતમાં ફરી ટ્રેન ઉથલાવવાના પ્રયાસ કરવામાં આવ્યો છે. બોટાદના કુંડલી ગામ નજીક મોડી રાત્રે રેલવે ટ્રેક પર 4 ફૂટ ઊંચા લોખંડના ટુકડા મળી આવ્યો હતો. મોડી રાત્રે ઓખા-ભાવનગર ટ્રેન તેની સાથે અથડાતા એન્જિન બંધ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં ટ્રેન સહીસલામત ટ્રેક પર ઊભી રહી જતા હજારો લોકોના જીવ બચી ગયા હતા. લોખંડના ટુકડા ટ્રેનના એન્જિનમાં ફસાઈ જતાં પ્રેશર પાઇપને નુકસાન થયું હતું. છેવટે બીજા એન્જિન સાથે ટ્રેન જોડીને ભાવનગર લઈ જવાની ફરજ પડી હતી. ઘટનાની જાણ થતાં જ રેલવેના અધિકારીઓ સહિત પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
તાજેતરમાં સુરતના કીમ નજીક ટ્રેન ઉથલાવવાના કાવતરાનો પ્રયાસ થયો હતો, ત્યારબાદ આજે ફરી એકવાર બોટાદ નજીક રેલવે ટ્રેક પર 4 ફૂટનો લોખંડનો પાટો ઉભો કરી દેવામાં આવ્યો હતો. જેથી ઓખાથી ભાવનગર જઇ રહેલી ટ્રેન લોખંડના પાટા સાથે અથડાઇ હતી. જેના લીધે ટ્રેનનું એન્જિન બંધ થઇ ગયું છે. આ ઘટનાની જાણ થતાં બોટાદ રેલવે પોલીસ પોલીસ તથા રેલવેના અધિકારીઓ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો હોવાની આશંકાએ પોલીસ તપાસ કરી રહી છે. રેલવે ટ્રેક પરથી લોખંડના ટુકડા મળ્યા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. હાલ બોટાદ પોલીસ, LCB, SOG સહિતની ટીમ આ બનાવ કઈ રીતે બન્યો તે અંગે તપાસ કરી રહી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0