પક્ષેમાં મારી અવગણના થઈ, પાર્ટી ઉમેદવાર સંજય ટંડન અને તેમની ટીમ પર સાધ્યું નિશાન
પક્ષેમાં મારી અવગણના થઈ, પાર્ટી ઉમેદવાર સંજય ટંડન અને તેમની ટીમ પર સાધ્યું નિશાન
ચંદીગઢમાં મતદાન કરવા માટે પહોંચેલા ભાજપના નેતા અને અભિનેત્રી કિરણ ખેરે એમ પણ કહ્યું કે, જો સંજય ટંડનની જીત થાય તો મને ખુશી થશે. તેમણે આગળ કહ્યું કે, મને નથી ખબર કે, તેમણે કેટલો પ્રચાર કર્યો છે. કેટલાક સ્થળોએ મને એ પણ જાણ ન થઈ કે, કોઈ કાર્યક્રમ થઈ રહ્યો છે કે નહીં. ભાજપ નેતાઓ કિરણ ખેર પર આરોપ લગાવતા રહ્યા છે કે, તેઓ અમારી સાથે છે પરંતુ કાર્યક્રમોમાં વધુ નજર નથી આવતા. આ આરોપોના જવાબમાં કિરણ ખેરે કહ્યું કે, હું ભાજપની સાથે છું પરંતુ કેટલાક કાર્યક્રમો માટે મને મેસેજ પણ નથી મળતો. જોકે, જ્યારે પણ મને મેસેજ મળ્યો છે ત્યારે હું ત્યાં ચોક્કસ ગઈ છું.
ચંદીગઢ લોકસભાથી ભાજપ સાંસદ રહેલા કિરણ ખેર ચૂંટણી પરિણામ પહેલા ભાજપ ઉમેદવાર પર ભડક્યા છે. તેમણે પાર્ટી ઉમેદવાર સંજય ટંડન અને તેમની ટીમ પર નિશાન સાધતા કહ્યું કે, ઘણા પાર્ટી કાર્યક્રમોમાં મને નિમંત્રણ પણ નથી મળ્યું. કિરણ ખેરનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેમના પર આરોપ લગાવવામાં આવ્યા છે કે, તેઓ પાર્ટી કાર્યક્રમોથી દૂર રહે છે. તેમણે કહ્યું કે, આ પાર્ટી નહીં પરંતુ કેટલાક લોકો દ્વારા મારી સતત કરવામાં આવી રહેલી અવગણના છે. કિરણ ખેરે એમ પણ કહ્યું કે, પરિણામ પર મારી કોઈ જવાબદારી નથી.
કિરણ ખેર માત્ર એ જ જાહેર કાર્યક્રમોમાં નજર આવ્યા રાષ્ટ્રીય લેવલના નેતા ભાજપ ઉમેદવાર સંજય ટંડન માટે પ્રચાર કરી રહ્યા હતા. અવગણના કરવાના સવાલ પર તેમણે કહ્યું કે, ભાજપે મારી અવગણના નથી કરી પરંતુ કેટલાક લોકોએ કરી છે. પાર્ટીની અંદર મતભેદ શરૂઆતથી જ સ્પષ્ટ હતા. આ જ કારણ હતું કે, કેન્દ્ર નેતૃત્વએ મને ચૂંટણી લડવા માટે મોકલી હતી. પરંતુ મને લાગે છે કે જ્યારે વોટિંગની વાત આવે છે ત્યારે બધા એક સાથે હોય છે.
જ્યારે તેમને તોમની પાર્ટીના નેતાઓ દ્વારા એ કહેવા પર પૂછ્યું કે, તમે ચંદીગઢમાં નથી રહેતા. આના જવાબમાં જો હું અહીં નથી રહેતી તો હું એ બધા કાર્યક્રમોમાં કઈ રીતે સામેલ થઈ શકી? અનેક બેઠકો અને જાહેર કાર્યક્રમોમાં કેવી રીતે સામેલ થતી હતી? કિરણ ખેરને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું તમે અહીંના પરિણામોની જવાબદારી લેશો? ત્યારે તેમણે કહ્યું કે હું શું કામ લઉં? અહીંના પરિણામની જવાબદારી મારી નથી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0