વિદેશ મંત્રાલયે એડવાઈઝરીમાં કહ્યું છે કે હિંસાને જોતા ભારતીય નાગરિકોને આગામી આદેશ સુધી બાંગ્લાદેશની યાત્રા ન કરવાની કડક સલાહ આપવામાં આવે છે. એડવાઈઝરી મુજબ બાંગ્લાદેશમાં હાજર તમામ ભારતીય નાગરિકોને સાવચેતી રાખવા અને ભારતીય હાઈ કમિશનના સંપર્કમાં રહેવા સૂચના આપવામાં આવી છે.