બાંગ્લાદેશમાં આરક્ષણને લઈને ચાલી રહેલો વિરોધ હવે સંપૂર્ણપણે હિંસક બની ગયો છે. પ્રદર્શનકારીઓ દ્વારા મોટા પાયે આગચંપી, પથ્થરમારો અને તોડફોડની ઘટનાઓ બની છે. બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા દિવસોથી આ આંદોલન ચાલી રહ્યું છે
વિદેશ મંત્રાલયે એડવાઈઝરીમાં કહ્યું છે કે હિંસાને જોતા ભારતીય નાગરિકોને આગામી આદેશ સુધી બાંગ્લાદેશની યાત્રા ન કરવાની કડક સલાહ આપવામાં આવે છે. એડવાઈઝરી મુજબ બાંગ્લાદેશમાં હાજર તમામ ભારતીય નાગરિકોને સાવચેતી રાખવા અને ભારતીય હાઈ કમિશનના સંપર્કમાં રહેવા સૂચના આપવામાં આવી છે.
બાંગ્લાદેશના આર્મી ચીફ વોકર-ઉઝ-ઝમાન એક મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા ઉગ્ર વિરોધ બાદ રાષ્ટ્રને સંબોધિત કરશે. આ પ્રદર્શનોમાં હવે વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે
હિંસાની આગમાં સળગી રહેલા બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા દિવસોથી સતત ચિંતાજનક સમાચારો સામે આવી રહ્યા છે. વિદ્યાર્થીઓના વિરોધમાંથી નીકળેલી ચિનગારીને કારણે દેશ સળગી રહ્યો છે
બાંગ્લાદેશની વચગાળાની સરકારે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાનો રાજદ્વારી પાસપોર્ટ રદ કરી દીધો છે. આ સાથે તેના અન્ય સહયોગીઓના રાજદ્વારી પાસપોર્ટ પણ રદ કરવામાં આવ્યા છે.
, ત્રિપુરામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર, બાંગ્લાદેશની એક 13 વર્ષની હિન્દુ છોકરી કથિત રીતે ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહી હતી. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)એ તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ ફાયરિંગમાં તેનું મોત થયું.
બાંગ્લાદેશના ચટ્ટોગ્રામમાં શુક્રવારે સૂત્રોચ્ચાર કરતા ટોળાએ ત્રણ હિન્દુ મંદિરોમાં તોડફોડ કરી હતી. ઇસ્કોનના ભૂતપૂર્વ સભ્ય સામે દેશદ્રોહનો કેસ નોંધાયા બાદ ચટ્ટોગ્રામમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે.
હાલમાં બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમુદાય વિરુદ્ધ હિંસા જોવા મળી રહી છે. તાજેતરમાં ઈસ્કોનના સંત ચિન્મય કૃષ્ણ દાસની દેશદ્રોહના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
આસામની બરાક ખીણની હોટેલોએ જાહેરાત કરી છે કે જ્યાં સુધી બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય લઘુમતી સમુદાયના લોકો પરના હુમલા બંધ ન થાય ત્યાં સુધી તેઓ કોઈપણ બાંગ્લાદેશી નાગરિકને તેમની સેવાઓ પૂરી પાડશે નહીં.
બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર નિર્દયતાની વધુ એક મોટી ઘટના સામે આવી છે. નાતાલના દિવસે બંદરબનમાં ખ્રિસ્તી ત્રિપુરા સમુદાયના 17 ઘરોને બાળી નાખવામાં આવ્યા હતા.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025