કોંગ્રેસે વાવ બેઠક પર પોતાના ઉમેદવાર તરીકે ગુલાબસિંહ રાજપુતના નામની સતાવાર જાહેરાત કરી છે.આ બેઠક માટે ઘણા સમયથી ગુલાબસિંહનું નામ ચર્ચામાં હતું જ . આખરે કોંગ્રેસે તેમના નામ પર મોહર લગાવી છે.
કોંગ્રેસે વાવ બેઠક પર પોતાના ઉમેદવાર તરીકે ગુલાબસિંહ રાજપુતના નામની સતાવાર જાહેરાત કરી છે.આ બેઠક માટે ઘણા સમયથી ગુલાબસિંહનું નામ ચર્ચામાં હતું જ . આખરે કોંગ્રેસે તેમના નામ પર મોહર લગાવી છે.
હાલ દેશના ઘણા રાજ્યમાં ચુંટણીનો માહોલ છે. પરંતુ ગુજરાતની એક પેટાચુંટણી ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ માટે ભારે બની રહી હોઈ એવું જોવા મળી રહ્યું છે. આ બેઠક પર બંને પક્ષે ઉમેદવારી ભરવાની છેલ્લા દિવસ સુધી ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી. આ બધા વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વાવની બેઠક માટે કોંગ્રેસે પોતાના ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. કોંગ્રેસે છેલ્લી ઘડીએ ગુલાબસિંહ રાજપૂતને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.
કોંગ્રેસે વાવ બેઠક પર પોતાના ઉમેદવાર તરીકે ગુલાબસિંહ રાજપુતના નામની સતાવાર જાહેરાત કરી છે.આ બેઠક માટે ઘણા સમયથી ગુલાબસિંહનું નામ ચર્ચામાં હતું જ . આખરે કોંગ્રેસે તેમના નામ પર મોહર લગાવી છે. ગેનીબેન ઠાકોર સાંસદ બન્યા બાદ આ બેઠક ખાલી થઇ હતી. હાલ ભાજપ દ્વારા હજુ સુધી કોઈ ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી.પરંતુ પીરાજી ઠાકોર અથવા તો સ્વરૂપજી ઠાકોરને ટીકીટ આપી શકે છે.
ઉલ્લેખનીય છે કે આજે આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરશે. આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. કોંગ્રેસે પોતાના ઉમેદવાર તરીકે ગુલાબસિંહનું નામ જાહેર કર્યું છે પરંતુ ભાજપ દ્વારા હજુ સુધી કોઈ ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી નથી . હાલ વાવ વિધાનસભની પેટા ચુંટણીને લઈને સમગ્ર ગુજરાતના રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0