જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. ભારતીય સેના, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમ આ ઓપરેશનને કરી રહી છે
જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. ભારતીય સેના, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમ આ ઓપરેશનને કરી રહી છે
જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. ભારતીય સેના, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમ આ ઓપરેશનને કરી રહી છે. સુરક્ષાદળોના ઘેરામાં બે આતંકીઓ ફસાયા હોવાની માહિતી છે.
આ ઓપરેશન અંગે જમ્મુ-કાશ્મીર પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે શિકારી વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગેની માહિતી મળી હતી . તેના પર પોલીસ, સેના અને સીઆરપીએફની સંયુક્ત ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન પોતાને ઘેરાયેલા જોઈને આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જવાબી કાર્યવાહી સાથે એન્કાઉન્ટરની શરૂઆત થઈ હતી.
કઠુઆ આતંકી હુમલાની મેજિસ્ટ્રેટ તપાસ શરૂ કરી
કઠુઆના હીરાનગર તાલુકામાં થયેલા એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ હુમલામાં CRPF (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)નો એક જવાન શહીદ થયો હતો. આ હુમલાની મેજિસ્ટ્રેટ તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં લોકો પાસેથી નિવેદનો અને પુરાવા માંગવામાં આવ્યા છે.
હીરાનગરના એસડીએમએ જણાવ્યું કે જિલ્લા મેજિસ્ટ્રેટે તપાસ કરવા માટે મને મેજિસ્ટ્રેટ તરીકે નિયુક્ત કર્યો છે. તે હીરાનગરના સૈદા-સોહલમાં થયેલા એન્કાઉન્ટર અંગે પોતાનો રિપોર્ટ આપશે. આ અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. કોન્સ્ટેબલ કબીરદાસે જીવ ગુમાવ્યો. તપાસ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
તાજેતરના સમયમાં જમ્મુ ક્ષેત્રમાં આતંકવાદી ગતિવિધિઓ વધી છે. તાજેતરના આતંકવાદી હુમલાઓ પર નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે આતંકવાદીઓ હવે સુરક્ષા દળોની સામે આવવાનું ટાળી રહ્યા છે. તેઓ ઓચિંતા હુમલાઓ કરી રહ્યા છે. વધારાના સુરક્ષા દળો તેમના સુધી પહોંચે તે પહેલા જ તેઓ છટકી શકે તેવી જગ્યાઓ પસંદ કરી રહ્યા છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0