સાવરકુંડલા તાલુકાના વીજપડી આઉટ પોલીસ સ્ટેશન ખાતે વ્યાજખોરી નાબૂદી ઝુંબેશ અંતર્ગત સેમિનાર યોજાયો હતો.
સાવરકુંડલા તાલુકાના વીજપડી આઉટ પોલીસ સ્ટેશન ખાતે વ્યાજખોરી નાબૂદી ઝુંબેશ અંતર્ગત સેમિનાર યોજાયો હતો.
સાવરકુંડલા તાલુકાના વીજપડી આઉટ પોલીસ સ્ટેશન ખાતે વ્યાજખોરી નાબૂદી ઝુંબેશ અંતર્ગત સાવરકુંડલા રૂરલ પીઆઇ ચૌધરી તેમજ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન પીઆઇ પરમાર તેમજ વીજપડી આઉટ પોલીસ સ્ટેશન હેઠળ આવતા તમામ ગામના ગ્રામજનો તેમજ સરપંચો તેમજ વડીલો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વ્યાજખરી નાબૂદી અંગે પરમાર તેમજ ચૌધરી દ્વારા કાયદા તેમજ તેમાં રહેલી જોગવાઈ અંતર્ગત માહિતગાર કર્યા તેમજ ઉપસ્થિત ગ્રામજનો તેમજ સરપંચો દ્વારા પણ વાર્તાલાપ કરવામાં આવ્યો હતો.
આ તકે, વ્યાજખોરી અંગે મુંજવતા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવેલ વિના સંકોચે રજૂઆત કરવા અપીલ કરવામાં આવી હતી.સરકારના વ્યાજખોરી નાબૂદી અભિયાન અંતર્ગત સરકારની તેમજ પોલીસ વિભાગ તરફથી બહાર પાડવામાં આવેલ પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું અને સાયબર ફ્રોડના વધતા જતા ગુનાઓને અટકાવવા માટે પણ તમામ સૂચનોથી માહિતગાર કરવામાં આવ્યા અને જરૂર જણાય ત્યાં પોલીસ પ્રજાની સાથે છે તેમ જણાવ્યું હતું.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0