મહેસાણાના ભાન્ડુમાં એક ડમ્પરની અડફેટે એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.આ અકસ્માત બાદ ત્યાં હાજર રહેલા લોકોએ ઉશ્કેરાયને બબાલ કરી હતી
મહેસાણાના ભાન્ડુમાં એક ડમ્પરની અડફેટે એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.આ અકસ્માત બાદ ત્યાં હાજર રહેલા લોકોએ ઉશ્કેરાયને બબાલ કરી હતી
ગુજરાતના મહેસાણામાંથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. મહેસાણાના ભાન્ડુમાં એક ડમ્પરની અડફેટે એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.આ અકસ્માત બાદ ત્યાં હાજર રહેલા લોકોએ ઉશ્કેરાયને બબાલ કરી હતી.ટોળાએ તોડફોડ કરી વાહનોમાં આગચંપી હતી.
મળતી માહિતી અનુસાર મહેસાણાના ભાન્ડુ વિસ્તારમાં ડમ્પરે એક યુવકને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં યુવકના મોતથી ત્યાં હાજર રહેલા લોકો રોષે ભરાયા હતા. અને ડમ્પર ચાલક સાથે બબાલ શરુ કરી હતી.
યુવકના મોત બાદ મામલો એટલો વધી ગયો કે ત્યાં હાજર લોકો હિંસા પર ઉતારી ગયા હતા. ઉશ્કેરાયેલા ટોળાએ ત્યાં હાજર ટ્રેક્ટર અને બે બાઈકમાં આગ લગાવી દીધી હતી અને આ ઉપરાંત ત્યાં હાજર અન્ય વાહનોમાં પણ નુકશાન પહોચ્યું હતું
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0