રાત્રે ૧૦ વાગ્યા પછી ડી.જે., લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ
રાત્રે ૧૦ વાગ્યા પછી ડી.જે., લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સબ ડિવિઝન વિસ્તારમાં અવારનવાર પ્રસંગો દરમ્યાન ડી.જે., લાઉડ સ્પીકરો વાપરવામાં આવે છે. ઘણા બધા લાઉડ સ્પીકરો મોડી રાત્રે સુધી ચાલતા હોય છે. જે ધ્યાને આવતા ચોટીલા સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કલ્પેશ શર્મા દ્વારા રાત્રી દરમિયાન તપાસ હાથ ધરવામાં આવી હતી.
જેમાં ચોટીલા ખાતે થાન રોડ ભગવતી સોસાયટીની સામે મોડી રાત સુધી ચાલતા લાઉડ સ્પીકરને બંધ કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. ડી. જે. સાઉન્ડ વાળાને મોડી રાત્રે લાઉડ સ્પીકરથી મ્યુઝિક નહિ વગાડવા તાકીદ કરવામાં આવી હતી. મોડી રાત્રે સુધી ડી.જે., લાઉડ સ્પીકરો ચાલતા હોવાથી ધ્વનિ પ્રદુષણ થાય છે. લોકોની ઊંઘ પર નકારાત્મક અસર કરે છે અને જાહેર હિત તેમજ સ્વાસ્થ્યને પણ જોખમમાં મૂકે છે.
નાના બાળકો, સગર્ભા બહેનો તેમજ વરિષ્ઠ નાગરિકોને પણ મુશ્કેલી થાય છે. જેથી વહીવટી તંત્ર દ્વારા રાત્રે ૧૦ વાગ્યા પછી ડી.જે., લાઉડ સ્પીકર નહીં વગાડવા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે. આ બાબતે સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, ચોટીલા દ્વારા ચોટીલા, થાનગઢ અને મુળી તાલુકાના તમામ પોલીસ સ્ટેશનની ટીમોને રાત્રી પેટ્રોલિંગ દરમ્યાન આ અંગે તકેદારી રાખવા અને રાત્રે ૧૦ વાગ્યા પછી ડી.જે., લાઉડ સ્પીકર વાગતા હોય તો તે અંગે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0