ઘટના સ્થળેથી પોલીસને સગીરાના તૂટેલા ચશ્મા અને ઝાંઝરી મળી
ઘટના સ્થળેથી પોલીસને સગીરાના તૂટેલા ચશ્મા અને ઝાંઝરી મળી
હાલ રાજ્યમાં નવરાત્રીની ધામધુમથી ઉજવણી થઇ રહી છે. ત્યારે વડોદરા શહેરમાં પણ ઉત્સાહ સાથે નવરાત્રીનું ઉજવણી કરાઈ રહી છે. નવરાત્રીના બીજા નોરતે વડોદર શહેરમાં મોડી રાત્રે ગરબા રમવા ગયેલી સગીરા પર ગેંગરેપ થયાની ઘટના સામે આવતા ચકચાર મચી ગયો છે.
મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં ગરબા રમવા ગયેલી એક સગીરા પર ગેંગરેપની ઘટના સામે આવી છે. વડોદરા પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે, પોલીસને ઘટના સ્થળ પાસે તૂટેલા ચશ્માં અને ઝાંઝર મળી આવ્યા છે. હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા પોલીસના જણવ્યા અનુસાર ગઈકાલે મોડીરાત્રે એક દુષ્કર્મની ઘટના બની હતી. પીડિતાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી. ભાયલી વિસ્તારમાં રાતના ૧૨ વાગ્યાની આસપાસ બે બાઈક પર ૫ લોકો આવ્યા હતા. તેમાંથી બે સગીર હતા. આ શખ્સોએ પેહલા તો અભદ્ર શબ્દોમાં વાત કરી હતી.જેનો વિરોધ પીડિતા અને તેના મિત્રે કર્યો હતો. ત્યાર બાદ એક શખ્સે પીડિતાના મિત્રને ગોંધી રાખ્યો હતો અને ત્યાર બાદ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. પીડિતા અને તેના મિત્ર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી, પોલીસે ઘટના સ્થળ પરથી ઘણા પુરાવા મળી આવ્યા છે.
વધુમાં પીડિતાએ જણાવ્યું હતું કે તે અને તેનો મિત્ર આરોપીના ચહેરા ઓળખી શક્ય નથી. પીડિતા ઘરેથી ૧૦:૩૦ વાગ્યાની આસપાસ નીકળી ગઈ હતી અને તેના મિત્રને લક્ષમીપુરા વિસ્તારમાં મળી અને ત્યાર બાદ બને સનસીટી વિસ્તારમાં ગયા હતા.
પીડિતાના પિતાની ફરિયાદના આધારે તપાસ શરુ કરવામાં આવી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે જીલ્લા પોલીસ તંત્રની LCB, SOG, તેમજ શહેર પોલીસ તંત્રની ૫ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0