બિહારના અરાહમાં એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે. કારમાં સવાર તામમ લોકો દરેક મહાકુંભ સ્નાન કરીને પરત ફરી રહ્યા હતા આ દરમિયાન અકસ્માત નડ્યો
બિહારના અરાહમાં એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે. કારમાં સવાર તામમ લોકો દરેક મહાકુંભ સ્નાન કરીને પરત ફરી રહ્યા હતા આ દરમિયાન અકસ્માત નડ્યો
બિહારના અરાહમાં એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે. કારમાં સવાર તામમ લોકો દરેક મહાકુંભ સ્નાન કરીને પરત ફરી રહ્યા હતા આ દરમિયાન અકસ્માત નડ્યો. કાર ઝડપી ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અને મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા. આ અકસ્માત ભોજપુરના જગદીશપુર વિસ્તારમાં થયો હતો. ઘટના બાદથી પીડિતોનાનો પરિવારમાં માતમ છવાયો છે.
અરાહના જગદીશપુર વિસ્તારમાં આજે સવારે એક માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના ચાર સભ્યો સહિત છ લોકોના મોત થયા છે. પટનાના ન્યુ જક્કનપુર પોલીસ સ્ટેશન વિસ્તારની છપરા કોલોનીમાં રહેતા છ લોકો બલેનો કારમાં મહાકુંભ સ્નાન માટે ગયા હતા. બધા સ્નાન કરીને પાછા ફરી રહ્યા હતા. આ દરમિયાન દુલ્હનગંજ અને અરરાહના ઈસાથી વચ્ચે કાર અને ટ્રકની ટક્કર થઈ હતી. જેના કારણે કારમાં સવાર તમામ છ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.
કહેવામાં આવી રહ્યું છે કે કાર તેજ ગતિથી આગળ વધી રહી હતી અને તે દરમિયાન તે રોડ કિનારે ઉભેલા કન્ટેનર ટ્રક સાથે અથડાઈ હતી. કારની સ્પીડનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કારનું બોનેટ અને એન્જિન ઉડી ગયું છે. આશંકા છે કે ડ્રાઈવર ઊંઘી ગયો હશે. જેના કારણે આ અકસ્માત થયો હતો. ઘટના બાદથી ટ્રક ચાલક ફરાર છે. અકસ્માતનો જોરદાર અવાજ સાંભળતા જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કાર્ય હાથ ધર્યું હતું.
આ પછી તેણે જાતે જ પોલીસને ઘટનાની જાણ કરી. ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસનું કહેવું છે કે અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે, જેમાં 4 મહિલાઓ અને બે પુરૂષોનો સમાવેશ થાય છે. મૃતકોની ઓળખ સંજય કુમાર (62), કરુણા દેવી (55), લાલબાબુ સિંહ (25), આશા કિરણ (28), પ્રિયમ કુમારી (20) અને જુહી રાની (20) તરીકે થઈ છે. મૃતકોમાં એક જ પરિવારના ચાર લોકોનો સમાવેશ થાય છે
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0