ગૃહ મંત્રાલયે ભારતના તમામ પોલીસ દળોને સૂચના જારી કરી છે. આ સરકારી આદેશમાં, તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે, તેમને તેમના સ્થળોએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગેનો અહેવાલ દર બે કલાકે કેન્દ્રને મોકલવા માટે કહેવામાં આવ્યું છે.
ગૃહ મંત્રાલયે ભારતના તમામ પોલીસ દળોને સૂચના જારી કરી છે. આ સરકારી આદેશમાં, તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે, તેમને તેમના સ્થળોએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગેનો અહેવાલ દર બે કલાકે કેન્દ્રને મોકલવા માટે કહેવામાં આવ્યું છે.
કોલકાતામાં ડૉક્ટર પર દુષ્કર્મ-હત્યા કેસની સીબીઆઈ તપાસ અને આરજી કાર હોસ્પિટલ સંબંધિત દરેક નાની-મોટી ઘટના , દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની અને આરજી કાર હોસ્પિટલમાં હંગામા અને પોલીસ પર ઉઠેલા સવાલો અને હાઈકોર્ટની પ્રતિકૂળ ટિપ્પણીઓ બાદ ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. MHAએ તમામ રાજ્યોના પોલીસ દળોને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની 'દર બે કલાકે' જાણ કરવા નિર્દેશ આપ્યો છે.
રાજ્યોમાં વધી રહેલા અપરાધને ધ્યાનમાં રાખીને, ગૃહ મંત્રાલયે આ નિર્ણય લીધો છે અને તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ જારી કર્યા છે. કોલકાતા દુષ્કર્મ અને હત્યા પછી, ગૃહ મંત્રાલયે ભારતના તમામ પોલીસ દળોને સૂચના જારી કરી છે. આ સરકારી આદેશમાં, તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે, તેમને તેમના સ્થળોએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગેનો અહેવાલ દર બે કલાકે કેન્દ્રને મોકલવા માટે કહેવામાં આવ્યું છે. ગૃહમંત્રી અમિત શાહે સુરક્ષા વ્યવસ્થા પર નજર રાખવા અને પરિસ્થિતિને કાબૂ બહાર ન જાય તે માટે આ પગલું ભર્યું છે.
મૃતક તબીબના પરિવારજનોને બોલવામાં આવેલા જુઠ્ઠાણા અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યા અને જાતીય પ્રવૃતિના પ્રકારનો ખુલાસો થયા બાદ દેશભરમાં આક્રોશ છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પીડિતાની ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે. તે પહેલા તેના પર દુષ્કર્મ થયું હતું . આરોપીએ તેનું બે વખત ગળું દબાવી દીધું હતું. સવારે 3 થી 5 દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. IMA અને FORDAના એલાન પર OPDના બહિષ્કાર સાથે દેશવ્યાપી વિરોધ ચાલી રહ્યા છે. આવી સ્થિતિમાં કોલકાતાની આરજી કર હોસ્પિટલ જેવી ઘટના બીજે ક્યાંય ન બને તે માટે ગૃહ મંત્રાલયે આ નિર્ણય લીધો છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0