વકફ બોર્ડમાં સુધારા અંગેના સરકારી બિલની નકલ બહાર પાડવામાં આવી છે. સરકાર વકફ સંબંધિત બે બિલ સંસદમાં લાવશે. મુસ્લિમ વક્ફ એક્ટ 1923 બિલ દ્વારા નાબૂદ કરવામાં આવશે.
વકફ સુધારા બિલ પર જેપીસીની બેઠકમાં હોબાળો થયો છે. આ હોબાળો જોઈને માર્શલને બોલાવવામાં આવ્યા હતા. અસદુદ્દીન ઓવૈસી અને કલ્યાણ બેનર્જી સહિત 10 વિપક્ષી સાંસદોને એક દિવસ માટે JPC સભ્યપદમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
કેન્દ્રીય કેબિનેટ દ્વારા વક્ફ સંશોધન બિલને મંજૂરી આપવામાં આવી છે.રી સૂત્રોના જણાવ્યા અનુસાર જેપીસીના રિપોર્ટના આધારે તેને લીલી ઝંડી આપવામાં આવી છે.
વકફ સુધારા બિલને લઈને આજે એટલે કે બુધવારે સંસદમાં ભારે હોબાળો થવાની શક્યતા છે. વકફ સુધારા બિલ આજે લોકસભામાં પસાર થવા માટે રજૂ કરવામાં આવશે
વકફ સુધારા બિલ લોકસભામાં પસાર થઈ ગયું છે. સૌપ્રથમ, વ્યક્તિગત સભ્યોના સુધારાઓ પર એક પછી એક ધ્વનિ મત દ્વારા મતદાન કરવામાં આવ્યું. જ્યાં તમામ વિપક્ષી નેતાઓના સુધારાઓ ફગાવી દેવામાં આવ્યા હતા
બુધવારે મોડી રાત્રે લોકસભાએ વકફ (સુધારા) બિલ બહુમતીથી પસાર કર્યું. ગૃહમાં વક્ફ બિલના પક્ષમાં કુલ 288 મત પડ્યા. તે જ સમયે, કુલ 232 સાંસદોએ બિલની વિરુદ્ધમાં મતદાન કર્યું. નીચલા ગૃહમાં બિલ પસાર થયા પછી, તેને આજે જ રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદના બંને ગૃહોમાં વક્ફ બિલ પસાર થવા બદલ તમામ સાંસદોનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે તેઓ આ ચર્ચાઓમાં ભાગ લેનારા તમામ સાંસદોનો આભારી છે
રાજ્યસભાએ વક્ફ સુધારા બિલ પસાર કર્યું છે. ગુરુવારે મોડી રાત્રે મતદાન દરમિયાન, બિલના પક્ષમાં ૧૨૮ અને વિરોધમાં ૯૫ મત પડ્યા.
બિહારમાં બે નેતાઓએ જેડીયુમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. નીતિશ કુમારની પાર્ટીના આ નેતાઓના રાજીનામા પાછળનું કારણ વક્ફ સુધારા બિલ છે.
વકફ (સુધારા) બિલ પર I.N.D.I.A. બ્લોકના પક્ષકારો વચ્ચે કોઈ સર્વસંમતિ નથી કે તેઓ તેનો વિરોધ કરવા કે સમર્થન કરવો તે નક્કી નથી. એક તરફ કોંગ્રેસ અને ડીએમકેએ સંસદ દ્વારા પસાર કરાયેલા બિલને ગેરબંધારણીય ગણાવીને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025