પેરિસ ઓલમ્પિકની આજથી શરૂઆત થવા જઈ રહ્યું છે. જેની ઓપનીંગ સેરેમની પેરિસના સમય મુજબ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે, અને ભારતીય સમય અનુસાર આ સેરેમની રાત્રે 11 વાગ્યાથી જોઈ શકાશે
પેરિસ ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમનીના થોડા કલાકો પહેલા જ ફ્રાન્સની હાઈ-સ્પીડ રેલ નેટવર્ક ખોરવાઈ ગયું છે. અહેવાલો અનુસાર, આગચંપી, તોડફોડ સહિત ‘'ના કારણે ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પર અસર પડી છે
પેરિસ ઓલિમ્પિક્સ 2024ની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. અંતે, 26 જુલાઈના રોજ, મુખ્ય અતિથિ ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન અને IOC પ્રમુખ થોમસ બાચની હાજરીમાં, સીન નદીના પુલ પર ફ્રેન્ચ ધ્વજ ફરકાવ્યો. આ સાથે ભવ્ય ઉદઘાટન સમારોહનો પ્રારંભ થયો હતો.
પેરિસ ઓલિમ્પિક 2024ના પહેલા દિવસે 27 જુલાઈના રોજ મેડલ રાઉન્ડ શરૂ થયો હતો, પરંતુ ભારતે આ દિવસે તક ગુમાવી દીધી હતી. જો કે, ભારત માટે બીજો દિવસ ખૂબ જ ઐતિહાસિક રહ્યો, કારણ કે મેડલ ટેલીમાં ભારતનું ખાતું ખુલ્યું છે. બીજા દિવસે શૂટર મનુ ભાકરે ભારત માટે પહેલો મેડલ જીત્યો હતો
ઓલિમ્પિકસના પ્રારંભ પૂર્વે જ શરૂ થયેલા વિવાદો અને સમયાંતરે આવતા વિઘ્નોને કારણે લાગે છે કે ગણેશ ઊંધા બેઠા છે
પેરિસ ઓલિમ્પિક્સ 26 જુલાઈથી શરૂ થઈ હતી. જો કે, ઘણી રમતો બે દિવસ પહેલા એટલે કે 24મી જુલાઈથી શરૂ થઈ ગઈ હતી. સત્તાવાર ઉદઘાટન સમારોહ 26 જુલાઈએ યોજાયો હતો.
મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો છે. તેની પિસ્તોલમાંથી નીકળેલી ગોળીએ ભારતને વધુ એક મેડલ અપાવવામાં મદદ કરી છે. આ સાથે ભારતના મેડલની સંખ્યા વધીને 2 થઈ ગઈ છે. મનુ ભાકર એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય એથ્લેટ પણ બની ગઈ
વધુ એક ભારતીય શૂટરે ઓલિમ્પિકમાં ત્રિરંગો લહેરાવ્યો છે. શૂટર સ્વપ્નિલ કુસલેએ 50 મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. સ્વપિનલ કુસલેએ 451.4 પોઈન્ટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો
ભારતીય શૂટર મનુ ભાકરે તેની છેલ્લી મેચ 2024 પેરિસ ઓલિમ્પિકમાં 25 મીટર પિસ્તોલ ઈવેન્ટમાં રમી હતી, જ્યાં તે મેડલ જીતવામાં ચૂકી ગઈ હતી. આ ઈવેન્ટમાં મનુ ભાકર ચોથા ક્રમે રહી હતી.
પેરિસ ઓલિમ્પિકને 11 દિવસ વીતી ગયા છે. હવે રમતના માત્ર 5 દિવસ બાકી છે. રમતગમતનો આ મહાકુંભ 11મી ઓગસ્ટે સમાપ્ત થશે. 11મા દિવસે પણ ભારતની મેડલ ટેલીમાં કોઈ સુધારો થયો નથી. આજે ભારત પાસે ઈતિહાસ રચવાની ઘણી તકો છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025