પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં નબન્ના ઝુંબેશ દરમિયાન પ્રદર્શનકારીઓ સામે પોલીસ કાર્યવાહીના વિરોધમાં ભાજપે આજે 12 કલાકના બંધનું એલાન કર્યું છે. બંધ દરમિયાન અનેક જગ્યાએ ભારે અરાજકતા જોવા મળી રહી છે.
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં નબન્ના ઝુંબેશ દરમિયાન પ્રદર્શનકારીઓ સામે પોલીસ કાર્યવાહીના વિરોધમાં ભાજપે આજે 12 કલાકના બંધનું એલાન કર્યું છે. બંધ દરમિયાન અનેક જગ્યાએ ભારે અરાજકતા જોવા મળી રહી છે.
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં નબન્ના ઝુંબેશ દરમિયાન પ્રદર્શનકારીઓ સામે પોલીસ કાર્યવાહીના વિરોધમાં ભાજપે આજે 12 કલાકના બંધનું એલાન કર્યું છે. બંધ દરમિયાન અનેક જગ્યાએ ભારે અરાજકતા જોવા મળી રહી છે. આ દરમિયાન ભાજપના નેતા અને પૂર્વ સાંસદ અર્જુન સિંહે આરોપ લગાવ્યો છે કે ઉત્તર 24 પરગણાના ભાટપારા વિસ્તારમાં પાર્ટીના નેતા પ્રિયંગુ પાંડે પર જીવલેણ હુમલો થયો છે. તેમની કાર પર 6 થી 7 રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો.
ભાજપના નેતા અર્જુન સિંહે આરોપ લગાવ્યો હતો કે ભાટપારામાં પાર્ટીના નેતાની કાર પર 7 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે. ભાટપરામાં સ્થાનિક નેતા પ્રિયંગુ પાંડેની કાર પર કેટલાક લોકો દ્વારા ફાયરીંગ કરવામાં અવાયું હતું આ પછી તેઓ ત્યાંથી ભાગી ગયા હતા. અર્જુન સિંહે આરોપ લગાવ્યો કે ગોળીબારમાં બીજેપી નેતા રવિ સિંહ ઘાયલ થયા છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સુકાંત મજુમદાર દ્વારા બોલાવવામાં આવેલા 12 કલાકના બંધ દરમિયાન પ્રિયંગુ પાંડેની કાર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
પ્રિયંગુ પાંડેએ જણાવ્યું હતું કે, "આજે હું મારા નેતા અર્જુન સિંહના નિવાસસ્થાને જઈ રહ્યો હતો. અમે થોડે દૂર આગળ વધ્યા અને ભાટપરા નગરપાલિકાના એક જેટિંગ મશીને રસ્તો બ્લોક કરી દીધો. તેમને નિશાન બનાવીને 6-7 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને મને જાણ કરી હતી કે મારી સુરક્ષા દૂર કરવામાં આવી હતી અને પછી આ ઘટના બની હતી.
ભાજપના 12 કલાકના બંધની અસર દેખાવા લાગી છે. રાજધાની કોલકાતામાં રસ્તાઓ પર બહુ ઓછી ગતિવિધિ જોવા મળી છે. કોલકાતાના બાટા ચોકમાં બીજેપી કાર્યકર્તાઓએ પ્રદર્શન કર્યું, જે બાદ તેમની અટકાયત કરવામાં આવી છે. અહીં બીજેપી નેતા લોકેટ ચેટરજીની પણ પોલીસે અટકાયત કરી છે. બંધના કારણે કોલકાતાના રસ્તાઓ પર બહુ ઓછી બસો, ઓટો રિક્ષા અને ટેક્સીઓ જોવા મળી રહી છે. ખાનગી વાહનો પણ ઓછી સંખ્યામાં રસ્તા પર આવી ગયા છે.
જોકે, પાટનગરમાં બજારો અને દુકાનો ખુલી છે. શાળા-કોલેજો પણ રાબેતા મુજબ ચાલી રહી છે. પરંતુ ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની સંખ્યા ઘણી ઓછી છે, કારણ કે તેમને ઘરેથી કામ કરવાની સલાહ આપવામાં આવી હતી. ઉત્તર 24 પરગણાના બાણગાંવ સ્ટેશન, દક્ષિણ 24 પરગણાના ગોચરણ સ્ટેશન અને મુર્શિદાબાદ સ્ટેશન પર ભાજપના કાર્યકરોએ બંધના સમર્થનમાં પ્રદર્શન કર્યું છે. ઉત્તર 24 પરગણામાં પણ ભારે અરાજકતા જોવા મળી રહી છે. માલદામાં ભાજપ અને ટીએમસી કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ થઈ છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0