ત્રણેય શકમંદોએ ગેટ નંબર ત્રણથી સંસદભવનમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ CISF જવાનોએ ત્રણેયને પકડી લીધા હતા.
ત્રણેય શકમંદોએ ગેટ નંબર ત્રણથી સંસદભવનમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ CISF જવાનોએ ત્રણેયને પકડી લીધા હતા.
સંસદ ભવન બહારથી ત્રણ શકમંદો ઝડપાયા હતા. ત્રણેય પાસે નકલી આધાર કાર્ડ હતા. ત્રણેય શકમંદોએ ગેટ નંબર ત્રણથી સંસદભવનમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ CISF જવાનોએ ત્રણેયને પકડી લીધા હતા.
CISFના જવાનોએ નકલી આધાર કાર્ડ સાથે સંસદભવનમાં ઘૂસવાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે.હાલ ત્રણેય મજૂરોની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય મજૂરો નકલી આધાર કાર્ડ બતાવીને ઉચ્ચ સુરક્ષાવાળા સંસદ ભવનમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
મળતી માહિતી મુજબ ત્રણેય મજૂરોના નામ કાસિમ, શોએબ અને મોનિસ છે, ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની અનેક ગંભીર કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. જ્યારે સુરક્ષાકર્મીઓએ એન્ટ્રી ગેટ પર તેનું આધાર કાર્ડ ચેક કર્યું તો તેમને શંકા ગઈ. તપાસ બાદ જાણવા મળ્યું કે આધાર કાર્ડ નકલી છે. જે બાદ ત્રણેય મજૂરોને તાત્કાલિક કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને બાદમાં ધરપકડ કરવામાં આવી હતી.
આ ઘટના બાદ સંસદભવનની સુરક્ષાની જવાબદારી CRPF અને દિલ્હી પોલીસને સોંપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ત્રણેય મજૂરોને સંસદ ભવન સંકુલની અંદર એમપી લોન્જના નિર્માણ કાર્ય માટે રાખવામાં આવ્યા હતા.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0