'NRC માટે અરજી નહીં કરનારાઓને નહીં મળે આધાર કાર્ડ', આસામ સરકારે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (NRC) સાથે આધાર કાર્ડ લિંક કરવાના પ્રયાસમાં મોટો નિર્ણય લીધો છે
'NRC માટે અરજી નહીં કરનારાઓને નહીં મળે આધાર કાર્ડ', આસામ સરકારે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (NRC) સાથે આધાર કાર્ડ લિંક કરવાના પ્રયાસમાં મોટો નિર્ણય લીધો છે
'NRC માટે અરજી નહીં કરનારાઓને નહીં મળે આધાર કાર્ડ', આસામ સરકારે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (NRC) સાથે આધાર કાર્ડ લિંક કરવાના પ્રયાસમાં મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય બાદ આસામમાં લોકોએ આધાર કાર્ડ મેળવવા માટે સરકારની એક શરત પૂરી કરવી પડશે. હવે આસામમાં, જેણે NRC માટે અરજી કરી નથી તેને આધાર કાર્ડ નહીં મળે. જે લોકો અરજી નહીં કરે તેમના આધાર નામંજૂર કરવામાં આવશે. કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેની જાણકારી સીએમ હિમંતા બિસ્વા સરમાએ આપી છે.
સીએમએ કહ્યું કે છેલ્લા બે મહિનામાં આસામ પોલીસ, ત્રિપુરા પોલીસ અને બીએસએફ (બોર્ડર સિક્યુરિટી ફોર્સ)એ મોટી સંખ્યામાં ઘૂસણખોરોની ધરપકડ કરી છે. આ કારણે બાંગ્લાદેશથી થતી ઘૂસણખોરી આપણા માટે ચિંતાનો વિષય છે. આપણે આપણી સિસ્ટમને મજબૂત કરવાની જરૂર છે, અને તેથી જ અમે આધાર કાર્ડ સિસ્ટમને કડક બનાવવાનો નિર્ણય કર્યો છે.
કેબિનેટની બેઠક બાદ જણાવ્યું હતું કે હવે રાજ્ય સરકારનો સામાન્ય વહીવટ વિભાગ આધાર કાર્ડ અરજદારોની ચકાસણી પ્રક્રિયા માટે મુખ્ય જવાબદાર રહેશે. દરેક જિલ્લામાં આ કામ માટે વધારાના જિલ્લા કમિશનરની નિમણૂક કરવામાં આવશે.
સીએમએ કહ્યું કે પ્રારંભિક અરજી બાદ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) તેને રાજ્ય સરકારને વેરિફિકેશન માટે મોકલશે. સ્થાનિક સર્કલ ઓફિસર (CO) પહેલા તપાસ કરશે કે અરજદાર અથવા તેના માતા-પિતા અથવા પરિવારે NRCમાં સમાવેશ કરવા માટે અરજી કરી છે કે નહીં, જો અરજદાર વતી NRC માટે કોઈ અરજી કરવામાં આવી નથી, તો વિનંતી તરત જ નકારી કાઢવામાં આવશે. . આ પછી રિપોર્ટ કેન્દ્રને સોંપવામાં આવશે.
જો એવું જાણવા મળે છે કે NRC માટે અરજી કરવામાં આવી હતી, તો CO ચકાસણી માટે જશે. અધિકારીને સંપૂર્ણ ખાતરી થયા બાદ આધારને મંજૂરી આપવામાં આવશે.મુખ્યમંત્રીએ કહ્યું કે આ નવી સૂચના તે કેન્દ્રીય કર્મચારીઓને લાગુ પડશે નહીં જેઓ અન્ય રાજ્યોમાં કામ કરી રહ્યા છે. જેમણે NRC માટે અરજી કરી નથી.સરમાએ કહ્યું કે આ રીતે અમે આધાર કાર્ડ જારી કરવાની પ્રક્રિયાને વધુ કડક બનાવીશું, જેથી કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ આ ઓળખ કાર્ડ મેળવી ન શકે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0