તિરુવનંતપુરમના વામનપુરમમાં મુખ્યમંત્રી પિનરાઈ વિજયનના કાફલાને અકસ્માત નડ્યો છે. ગઈ કાલે સાંજે થયેલા અકસ્માતમાં કેરળના સીએમ વિજયનની સત્તાવાર કાર સહિત પાંચ વાહનો એકબીજા સાથે અથડાયા હતા. તેમની કારને વધુ નુકસાન થયું ન હતું,
તિરુવનંતપુરમના વામનપુરમમાં મુખ્યમંત્રી પિનરાઈ વિજયનના કાફલાને અકસ્માત નડ્યો છે. ગઈ કાલે સાંજે થયેલા અકસ્માતમાં કેરળના સીએમ વિજયનની સત્તાવાર કાર સહિત પાંચ વાહનો એકબીજા સાથે અથડાયા હતા. તેમની કારને વધુ નુકસાન થયું ન હતું,
તિરુવનંતપુરમના વામનપુરમમાં મુખ્યમંત્રી પિનરાઈ વિજયનના કાફલાને અકસ્માત નડ્યો છે. ગઈ કાલે સાંજે થયેલા અકસ્માતમાં કેરળના સીએમ વિજયનની સત્તાવાર કાર સહિત પાંચ વાહનો એકબીજા સાથે અથડાયા હતા. તેમની કારને વધુ નુકસાન થયું ન હતું, જ્યારે તમામ વાહનોને ભારે નુકસાન થયું હતું.
મુખ્યમંત્રી વિજયન કોટ્ટયમથી તિરુવનંતપુરમ પરત ફરી રહ્યા હતા. આ દુર્ઘટના વામનપુરમ પાર્ક જંકશન પર સાંજે લગભગ 5.45 વાગ્યે બની હતી. મુખ્યમંત્રીના સુરક્ષા કાફલા સાથે અકસ્માત ત્યારે થયો જ્યારે એક સ્કૂટર ચાલક મુખ્યમંત્રીના વાહનની આગળ ગયો અને એમસી રોડથી અટિંગલ તરફ વળતો હતો.
https://x.com/jaydeepvtv/status/1851121624990240950
મુખ્યમંત્રીના કાફલાને લઈ જતા વાહનના ડ્રાઈવરે અચાનક બ્રેક લગાવવી પડી હતી, જેના કારણે મુખ્યમંત્રીની સત્તાવાર કાર, એક એસ્કોર્ટ વાહન, વટ્ટપારા અને કાંજીરામકુલમ પોલીસ યુનિટના વાહનો અને એમ્બ્યુલન્સ એકબીજા સાથે અથડાઈ હતી. આ ઘટના બાદ સુરક્ષા અધિકારીઓએ તુરંત મુખ્યમંત્રીને સુરક્ષિત કરી લીધા હતા. અનેક મેડિકલ સ્ટાફ મુખ્યમંત્રીના વાહન તરફ દોડતો જોવા મળ્યો હતો.
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, પોલીસે જણાવ્યું હતું કે અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી અને મુખ્યમંત્રીએ તિરુવનંતપુરમની તેમની મુલાકાત ફરી શરૂ કરી. પોલીસે જણાવ્યું કે આ ઘટના સંદર્ભે કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી.
પોલીસે અકસ્માતમાં સંભવિત ક્ષતિ કે બેદરકારીને ઓળખવા માટે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. આ દુર્ઘટનાથી તમામ એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી રહી છે. આ એક ગંભીર ઘટના હતી, જેમાં એક સ્કૂટર ચાલક મુખ્યમંત્રીના કાફલાની સામેથી કોઈનું ધ્યાન વગર પસાર થઈ રહ્યો હોવાનું જોવા મળ્યું હતું. આ અકસ્માતમાં સ્કૂટર ચાલકને કંઈ થયું ન હતું અને તે સુરક્ષિત રીતે ભાગી ગયો હતો.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0