લીંબડીમાં ભયંકર દુર્ઘટના બની છે. લીંબડી તાલુકાના રળોલ ગામે પીકઅપ વાન અને રહેણાંક મકાનમાં આગ લાગતાં 3 લોકોના મોત થયા છે. ઉલ્લેખનિય છે કે રહેણાંક મકાન પાસે પીકઅપ વાનને પાર્ક કરવામાં આવી હતી.
લીંબડીમાં ભયંકર દુર્ઘટના બની છે. લીંબડી તાલુકાના રળોલ ગામે પીકઅપ વાન અને રહેણાંક મકાનમાં આગ લાગતાં 3 લોકોના મોત થયા છે. ઉલ્લેખનિય છે કે રહેણાંક મકાન પાસે પીકઅપ વાનને પાર્ક કરવામાં આવી હતી.
લીંબડીમાં ભયંકર દુર્ઘટના બની છે. લીંબડી તાલુકાના રળોલ ગામે પીકઅપ વાન અને રહેણાંક મકાનમાં આગ લાગતાં 3 લોકોના મોત થયા છે. ઉલ્લેખનિય છે કે રહેણાંક મકાન પાસે પીકઅપ વાનને પાર્ક કરવામાં આવી હતી. આ સમયે ડિઝલના કેરબા ઉતારતા સમયે અચાનક પીકઅપવાનમાં આગ લાગી હતી. આ આગે રહેણાંક મકાનને પણ ઝપેટમાં લીધું હતું. આ આગ એટલી ભયંકર હતી કે 3 લોકો જીવતા ભૂજાયા છે.
રહેણાંક મકાનમાં આગ લાગતાં 3 લોકોના મોત થયા છે. મૃતકમાં બાળકો અને વૃદ્ધાનો સમાવેશ થયો છે. આગ એટલી વિકરાળ હતી કે આસપાસના ત્રણ મકાનને પણ નુકસાન પહોંચ્યું હતું. આગના કારણે મકાન નજીક પાર્ક કરેલી કાર પણ ભસ્મિભૂત થઇ ગઇ હતી. આ ઘટનાની જાણ થતા લીંબડી અને સુરેન્દ્રનગરની ફાયર ફાયટરની ટીમ દ્વારા આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા હતા. ફાયર વિભાગ સહિત વહીવટીતંત્ર આવી પહોંચ્યું હતું.
મોડી રાત્રે લાગેલી આગ એટલી ભીષણ હતી કે આસપાસને મકાનને પણ ઝપેટમાં લીધા હતા. આગના કારણએ 3 મકાન બળીને ખાક થઇ ગયાં હતાં. આ આગ લાગતાં વિસ્તારમાં અફરાતફરી મચી ગઇ હતી. આગમાં ફાતુબહેન હસનભાઈ ટીબલીયા,. રમજાનભાઈ સાદીકભાઈ ટીબલીયા, મોઈનભાઈ હનીફભાઈ ઢોળીતરનું મોત થયું છે. આ આગની ઘટનામાં એકની હાલત ગંભીર હોવાથી પ્રાથમિક સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલ ખાતે અને ત્યાંથી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હતા.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0