જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાન માટે 26 બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. જેમાં 25.78 લાખ મતદારો સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકશે. સવારે 9 વાગ્યા સુધી 10.22 ટકા મતદાન થયું હતું.
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાન માટે 26 બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. જેમાં 25.78 લાખ મતદારો સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકશે. સવારે 9 વાગ્યા સુધી 10.22 ટકા મતદાન થયું હતું.
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાન માટે 26 બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. જેમાં 25.78 લાખ મતદારો સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકશે. સવારે 9 વાગ્યા સુધી 10.22 ટકા મતદાન થયું હતું. સૌથી વધુ મતદાન પૂંચમાં 14.41% હતું, જ્યારે સૌથી ઓછું શ્રીનગરમાં 4.70% હતું.
બીજા તબક્કાની 26 બેઠકોમાંથી 15 બેઠકો મધ્ય કાશ્મીરની અને 11 બેઠકો જમ્મુની છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર બીજા તબક્કામાં 239 ઉમેદવારો મેદાનમાં છે. જેમાંથી 233 પુરૂષો અને 6 મહિલાઓ છે.
ઉલ્લેખનીય છે કે બીજા તબક્કા માટે 3502 પોલિંગ બૂથ બનાવવામાં આવ્યા છે. આ તબક્કામાં 25 લાખથી વધુ મતદારો ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. જમ્મુ વિભાગના ત્રણ જિલ્લા અને કાશ્મીર ખીણના ત્રણ જિલ્લામાં બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે.
આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી માટે આજે બીજા તબક્કાનું મતદાન છે. હું તમામ મતદારોને અપીલ કરું છું કે તેઓ પોતાનો મત આપે અને લોકશાહીને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે. આ અવસરે હું સૌ પ્રથમ વખત મતદાન કરવા જઈ રહેલા તમામ યુવાનોને અભિનંદન આપું છું.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0