મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિધાનસભાનું બે દિવસનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ વિશેષ સત્રના બીજા દિવસે આજે બળાત્કાર વિરોધી બિલ રજૂ કરવામાં આવ્યું હતું
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિધાનસભાનું બે દિવસનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ વિશેષ સત્રના બીજા દિવસે આજે બળાત્કાર વિરોધી બિલ રજૂ કરવામાં આવ્યું હતું
કોલકાતા: પશ્ચિમ બંગાળમાં આરજી કાર મેડિકલ કોલેજમાં તાલીમાર્થી ડૉક્ટરની બળાત્કાર-હત્યાના કેસને લઈને સતત વિરોધ ચાલી રહ્યો છે. આજે મંગળવારે પણ કોલકાતામાં જુનિયર ડોકટરો લાલબજાર વિસ્તારમાં વિરોધ સ્થળ પર બેઠા છે. આ લોકો 9 ઓગસ્ટે બનેલી ઘટના માટે ન્યાયની માંગ કરી રહ્યા છે. આ સંબંધમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિધાનસભાનું બે દિવસનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ વિશેષ સત્રના બીજા દિવસે આજે બળાત્કાર વિરોધી બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલમાં બળાત્કારના આરોપીને 10 દિવસની અંદર ફાંસીની સજા આપવાની જોગવાઈ છે. આ ઉપરાંત બળાત્કાર અને ગેંગરેપના ગુનેગારોને પેરોલ વિના આજીવન કેદની સજા આપવાનો પણ પ્રસ્તાવ છે.
મમતા બેનર્જીએ કહ્યું કે જો આ બિલ રાજભવનમાંથી પસાર નહીં થાય તો તેઓ વિરોધ કરશે. મળતી માહિતી મુજબ, ‘અપરાજિતા વુમન એન્ડ ચિલ્ડ્રન બિલ (વેસ્ટ બંગાળ ક્રિમિનલ લો એન્ડ એમેન્ડમેન્ટ) બિલ 2024’ નામથી રજૂ કરાયેલા આ બિલનો હેતુ બળાત્કાર અને યૌન અપરાધો સંબંધિત નવી જોગવાઈઓ રજૂ કરીને મહિલાઓ અને બાળકોની સુરક્ષાને મજબૂત કરવાનો છે. . તમને જણાવી દઈએ કે, રાજ્યના કાયદા મંત્રી મલય ઘટક આ બિલને ગૃહમાં રજૂ કરશે.
મમતા સરકારના આ બિલને વિરોધ પક્ષ ભાજપે સમર્થન આપ્યું છે. વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ કહ્યું કે, ભાજપ અપરાજિતા બિલનું સંપૂર્ણ સમર્થન કરે છે. અમે ઇચ્છીએ છીએ કે આ કાયદો જલ્દીથી લાગુ કરવામાં આવે. આ તમારી (રાજ્ય સરકાર) જવાબદારી છે.
ભાજપે કહ્યું કે, અમે રાજ્યમાં આ કાયદાના અમલ પછી તેનું પરિણામ ઈચ્છીએ છીએ અને તે સુનિશ્ચિત કરવાની જવાબદારી સરકારની છે. અમે તમને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ. તેમણે એમ પણ કહ્યું કે, તમારે બાંહેધરી આપવી પડશે કે આ બિલ તરત જ લાગુ કરવામાં આવશે.
9 ઓગસ્ટના રોજ કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં જુનિયર ડોક્ટર પર થયેલા બળાત્કારના કેસ અંગે સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે સીબીઆઈ પીડિતાને ન્યાય આપે. તેમજ રાજ્યમાં હાલની અદાલતો અંગે તેમણે કહ્યું કે, બંગાળમાં મહિલાઓ માટે અલગ કોર્ટ છે, અહીં એક ફાસ્ટ ટ્રેક કોર્ટ છે, જેમાં 7000 કેસ પેન્ડિંગ છે. રાજ્ય સરકાર આ કેસની ઝડપથી તપાસ કરી રહી છે, પરંતુ કોર્ટમાંથી ન્યાય મેળવવામાં વિલંબ થઈ રહ્યો છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0