વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનમાં રાઇઝિંગ રાજસ્થાન સમિટનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે દેશના વિકાસને રેખાંકિત કરતાં તેમણે કહ્યું કે, 10 વર્ષમાં વિદેશી રોકાણ બમણું થયું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનમાં રાઇઝિંગ રાજસ્થાન સમિટનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે દેશના વિકાસને રેખાંકિત કરતાં તેમણે કહ્યું કે, 10 વર્ષમાં વિદેશી રોકાણ બમણું થયું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનમાં રાઇઝિંગ રાજસ્થાન સમિટનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે દેશના વિકાસને રેખાંકિત કરતાં તેમણે કહ્યું કે, 10 વર્ષમાં વિદેશી રોકાણ બમણું થયું છે. રાજસ્થાન દિલ્હી અને મુંબઈ જેવા અર્થતંત્રના બે મોટા કેન્દ્રોને જોડે છે.
PMએ કહ્યું, અમે અહીં મલ્ટી મોડલ લોજિસ્ટિક્સ પાર્ક વિકસાવી રહ્યા છીએ. અહીં લગભગ બે ડઝન ઈન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવામાં આવી રહ્યા છે. તેનાથી રાજસ્થાનમાં ઉદ્યોગો સ્થાપવામાં સરળતા રહેશે. ઈન્ડસ્ટ્રીયલ કનેક્ટિવિટી વધુ સારી રહેશે.
પીએમ મોદીએ પર્યટન વિશે વાત કરી. રાજસ્થાન ભારતના પ્રવાસન નકશાનું મુખ્ય કેન્દ્ર છે. અહીં ઇતિહાસ છે અને સુંદર તળાવો પણ છે. લોકો ડેસ્ટિનેશન વેડિંગ માટે રાજસ્થાન આવવા માંગે છે. 2014 થી 2024 વચ્ચેના 10 વર્ષમાં 7 કરોડથી વધુ વિદેશી પ્રવાસીઓ ભારતમાં આવ્યા છે. ભારતે ઘણા દેશોના પ્રવાસીઓને ઈ-વિઝા સુવિધા પૂરી પાડી છે.
પીએમ મોદીએ પર્યટનના વિકાસને આગળ ધપાવ્યો
આજે ઘરેલુ પર્યટન પણ ભારતમાં નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું, આ ક્ષેત્રોમાં તમારું રોકાણ રાજસ્થાનના પ્રવાસન ક્ષેત્રને મજબૂત કરશે અને તમારા વ્યવસાયમાં પણ વધારો કરશે. આજે વિશ્વને એવી અર્થવ્યવસ્થાની જરૂર છે જે મોટા સંકટ સમયે પણ મજબૂત રીતે ચાલી શકે. આ માટે ભારતમાં વ્યાપક ઉત્પાદન આધાર હોવો જરૂરી છે. આ માટે ભારતે ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બનવાનો સંકલ્પ કર્યો છે. ભારત ઓછા ખર્ચે ઉત્પાદન પર ભાર આપી રહ્યું છે. ગયા વર્ષે રાજસ્થાનમાંથી લગભગ 84 હજાર કરોડ રૂપિયાની નિકાસ કરવામાં આવી હતી. PLI સ્કીમના કારણે લગભગ 1.25 લાખ કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું છે.
PM એ MSME ના વિકાસ વિશે વાત કરી
લાખો યુવાનોને રોજગારી મળી છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, હું તમામ રોકાણકારોને રાજસ્થાનની મેન્યુફેક્ચરિંગ સ્ટ્રેન્થને ચોક્કસપણે શોધવાની વિનંતી કરીશ. સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયની દ્રષ્ટિએ રાજસ્થાન ભારતના ટોચના 5 રાજ્યોમાંનું એક છે. પીએમે વધુમાં કહ્યું કે, મને ખુશી છે કે રાજસ્થાનમાં નવી સરકારની રચના થતાં જ તે નવી MSME નીતિઓ લઈને આવી છે અને ભારત સરકાર પણ તેને મજબૂત કરી રહી છે.
કેન્દ્ર સરકાર દ્વારા 5 કરોડ MSME ને ઔપચારિક અર્થવ્યવસ્થા સાથે જોડવામાં આવ્યા છે. નાના ઉદ્યોગોને 7 લાખ કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી છે. MSMEની આ વધતી તાકાત રાજસ્થાનના વિકાસને નવી ઊંચાઈએ લઈ જશે. અમે આત્મનિર્ભર ભારતની નવી યાત્રા શરૂ કરી છે. આત્મનિર્ભર ભારતનું આ વિઝન વૈશ્વિક છે અને તેની અસર પણ વૈશ્વિક છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0