ગરાળ ગામે દિપડાએ અને એલમપુર ગામે સિંહે હુમલો કરતા ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખસેડાઈ, વનવિભાગનો કાફલો હોસ્પિટલ દોડી ગયો
ગરાળ ગામે દિપડાએ અને એલમપુર ગામે સિંહે હુમલો કરતા ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખસેડાઈ, વનવિભાગનો કાફલો હોસ્પિટલ દોડી ગયો
શિયાળાની કડકડતી ઠંડીમાં ગીરના અનેક વન્યપ્રાણી જંગલ છોડી રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યા છે ત્યારે અનેક લોકો પર હુમલાઓ કર્યાના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે ઉનાના ગામડાઓમાં દીપડા અને સિંહે હિંચકારી હુમલા કર્યાની વધુ બે ઘટના સામે આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઊનાના ગરાળ ગામે આંબાવાડી વિસ્તારમાં આંબા હેઠળ લપાઈને બેઠેલા ખૂંખાર દિપડાએ રાત્રે બે વાગ્યે ખેતરમાં મકાન બાંધી રહેતા ખેડૂત પરીવારના વયોવૃદ્ધ ભાણીબેન ઝીણાભાઈ ભાલીયા (ઉ.વ.૭૦) પોતાનાં ઘરમાં સુતા હતા ત્યાં અચાનક આવી ચડી હુમલો હુમલો કર્યો હતો જેથી ખેતર વિસ્તારમાં દેકારો મચી ગયો હતો. પરીવારના સભ્ય દોડી આવી દિપડાને ભગાડી મહિલાને મોતના મોંઢામાંથી છોડાવ્યા હતાં અને તાત્કાલિક ઇમર્જન્સીમાં લોહીલુહાણ હાલતમાં વૃધ્ધાને સારવાર અર્થે ઉના હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તબીબે માથાના ભાગે ૧૯ ટાંકા લઇ તેમનો જીવ બચાવ્યો હતો.
તો બીજી એક ઘટનામાં ઊનાના એલમપુર ગામના માગડાધાર વિસ્તારમાં વ્હેલી સવારે ૮.૩૦ કલાક આસપાસ મીણાબેન હમીરભાઇ સોલંકી (ઉ.વ.૫૫) પોતાના ઘરેથી ખેતરે જતા હતા ત્યારે રસ્તામાં સિંહનો ભેટો થઈ જતાં છંછેડાયેલા સિંહે મહિલા પર હુમલો કરી દેતાં ઈજાગ્રસ્ત હાલતમાં ઉના સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. આમ છ કલાકમાં જ ઉનાના બે ગ્રામિણ વિસ્તારોમાં વન્ય પ્રાણીનાં હુમલાની ધટના સામે આવતા ગીર જસાધાર રેન્જ ફોરેસ્ટ અધિકારી સહિતનો કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો અને વિગતો જાણી દિપડા અને સિંહની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
ગીર અભયારણ્ય વિસ્તારો છોડીને રેવન્યુ વિસ્તારમાં વન્યપ્રાણીએ પોતાનું રહેઠાણ બનાવી લીધું હોય તેમ શિકારની શોધમાં ભુખ્યા વન્ય પ્રાણીઓ વાડી વિસ્તારમાં ચડી આવતાં હોય છે અને પાલતુ પશુનાં શિકાર કરી મિજબાની માણી લેતા હોય છે. જો કે, ખેડૂતો વન્યપ્રાણી સાથે દયાભાવના બતાવી રહ્યા છે પરંતુ હવે આ વન્યપ્રાણીઓ લોકો પર હુમલા કરી ગંભીર ઈજાઓ પહોંચતા ખેડૂતોમાં ભારે ભયની લાગણી અનુભવી રહ્યા છે. વન્ય વિભાગ દ્વારા વન્ય પ્રાણીની સુરક્ષા અને લોકોને રંજાડ પહોંચાડતા સિંહ, દિપડાને દુર ખસેડવા રાઉન્ડ ધ કલોક રખાયેલા બીટ ફોરેસ્ટ ગાર્ડ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવા માંગણી ઉઠી છે.
ગીર ગઢડાના રામાપીર મંદિર પાસેના વિસ્તારમાં જાહેર રસ્તા ઉપર એક સિંહણે ગાયનું મારણ કરીને મિજબાની માણી રહી હતી ત્યારે ત્યાંથી વાહન લઇને વાડી વિસ્તારમાં અવરજવર કરતાં ખેડૂતોના વાહનોના પૈડા થંભી ગયા હતા. ગામમાં આવતાં ખેડૂતો રસ્તા વચ્ચે અટવાઈ જતા બાળકો સાથે કલાકો સુધી રોડ વચ્ચે ભારે ગભરાહટ સાથે ઉભા રહેવું પડ્યું હતું. રોડ આખો બંધ કરીને વનરાજાએ ડેરા નાખતા રાત્રિના સમયે ઉભા પાકના વાવેતરમાં પાણી વાળવા જતાં ખેડૂતોએ હાંકવા પડકાર કરતાં આખરે વન્ય પ્રાણીએ રસ્તો પસાર કરતાં આ વિસ્તારના ખેડૂતો પોતાની વાડીમાં મહામુસીબતે પહોંચતા રાહતનો શ્વાસ લીધો હતો. આમ વન્ય પ્રાણીની રંજાડ વધી રહી છે. ત્યારે વન્ય વિભાગ દ્વારા કોઈ અઘટિત ઘટના ઉભી થાય તે પહેલાં તંત્ર દ્વારા વન્ય પ્રાણીને સુરક્ષિતપણે વન્ય અભયારણ્ય વિસ્તારો ખસેડી મુક્વા માંગણી ઉઠવા પામી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0