વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા હેતલ ઠુબર સાથે ૧ લાખની ઠગાઈ, પોલીસ અધિકારીની સંડોવણીની આશંકા
વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા હેતલ ઠુબર સાથે ૧ લાખની ઠગાઈ, પોલીસ અધિકારીની સંડોવણીની આશંકા
કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાવવાનાં એક લાખ રૂપિયા પડાવી લઇ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતાં નોંધાઈ ફરિયાદ છે.ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા વ્યાજખોરી ડામવા વ્યાજખોરો વિરુદ્ધ ગુનાઓ નોંધવા સુચના આપવામાં આવતાં જુનાગઢ જીલ્લા પોલીસ વડા દ્વારા અભિયાન શરૂ કરતાં કેશોદ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા હેતલકુમાર નરોત્તમભાઈ ઠુબર દ્વારા અરજી આપી ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવે એવી માંગણી કરી હતી.
જે બાબતે હિતેશભાઈ ગોહેલ રહેવાસી મકરપુરા વડોદરા મુળ રહેવાસી સિલોદર તાલુકો કેશોદ દ્વારા ફોન પર સંપર્ક કરી મુલાકાત કરતાં રૂબરૂમાં જણાવ્યું હતું કે, કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પોલીસ ઈન્સપેકટર એ.બી.ગોહિલને ઓળખું છું અને મિત્રતા છે વ્યાજખોરો વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવી હોય તો એક લાખ રૂપિયા આપવા પડશે, તેવું કહી હેતલકુમાર નરોત્તમભાઈ ઠુબરને વિશ્વાસમાં લઈ રૂ.એક લાખ મેળવી એફઆઈઆર ન નોંધાવી ઠગાઈ, વિશ્વાસઘાત, છેતરપિંડી કરતાં કેશોદ પોલીસ સ્ટેશનમાં હિતેશભાઈ ગોહેલ રહેવાસી મકરપુરા વડોદરા મુળ રહેવાસી સિલોદર તાલુકો કેશોદ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૬(૨), ૩૧૮(૪) હેઠળ ગુનો નોંધી આગળની તપાસ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સપેકટર આર. આર. બ્લોચ ચલાવી રહ્યા છે. સામાન્ય રીતે પોલીસ અધિકારીની સંડોવણી જણાઈ આવતી હોય એવા ગુનાની તપાસ અન્ય પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવી છે .
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0