દિલ્હીના શાહદરાના ભોલાનાથ નગર વિસ્તારમાં શુક્રવારે સવારે એક મકાનમાં આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે થોડી જ વારમાં ઘરની અંદર રહેલો આખો પરિવાર તેની ઝપેટમાં આવી ગયો હતો.
દિલ્હીના શાહદરાના ભોલાનાથ નગર વિસ્તારમાં શુક્રવારે સવારે એક મકાનમાં આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે થોડી જ વારમાં ઘરની અંદર રહેલો આખો પરિવાર તેની ઝપેટમાં આવી ગયો હતો.
દિલ્હીના શાહદરાના ભોલાનાથ નગર વિસ્તારમાં શુક્રવારે સવારે એક મકાનમાં આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે થોડી જ વારમાં ઘરની અંદર રહેલો આખો પરિવાર તેની ઝપેટમાં આવી ગયો હતો. રાહત ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા અંદર રહેલા લોકોની હાલત ખરાબ થઈ ગઈ હતી અને તેઓ દાઝી ગયા હતા. આગની આ ઘટનામાં બે લોકોના મોત થયા છે, જ્યારે ચાર લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર આગ સવારે સાડા પાંચ વાગ્યે લાગી હતી. માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે આ આગમાં બે જીવ ગુમાવ્યા હતા. આગની ઘટના ભોલાનાથ નગરમાં બની હતી.
મૃતકોની ઓળખ 42 વર્ષીય શિલ્પી ગુપ્તા અને 16 વર્ષીય પ્રણવ ગુપ્તા તરીકે થઈ છે. બંને એક જ પરિવારના સભ્યો છે. આગની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચેલા ફાયર બ્રિગેડના જવાનોએ રૂમની અંદર પડેલા ઘાયલ લોકોને જીટીબી હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં 72 વર્ષીય કૈલાશ ગુપ્તા, 70 વર્ષીય ભગવતી ગુપ્તા, 45 વર્ષીય મનીષ ગુપ્તા અને 19 વર્ષીય પાર્થ ગુપ્તાની સારવાર ચાલી રહી છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસમાં બંનેના મોત શ્વાસ રૂંધાવાને કારણે થયા હોવાનું સામે આવ્યું છે. એફએસએલની ટીમ સ્થળ પર તપાસ કરી રહી છે.
ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, શાહદરા જિલ્લાના ફરશ બજાર પોલીસ સ્ટેશનમાં શુક્રવારે સવારે લગભગ 5.50 વાગ્યે આગની જાણ કરવામાં આવી હતી. પોલીસ ટીમ અને ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને જોયું કે એક બિલ્ડિંગના ત્રીજા માળે આવેલા ફ્લેટમાં આગ લાગી હતી. ઘરમાં પરિવારના છ સભ્યો હાજર હતા, તે તમામને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાંથી બેના મોત થયા હતા.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0