ભાવનગરમાં યોજાયેલી ટુર્નામેન્ટમાં ઉંચી કુદ, ચક્રફેક, વોકિંગ, લાંબી કુદ, દોડ, હેમર થ્રો, ગોળાફેક તથા બરછી ફેકમાં ઝંડો ગાળ્યો
ભાવનગરમાં યોજાયેલી ટુર્નામેન્ટમાં ઉંચી કુદ, ચક્રફેક, વોકિંગ, લાંબી કુદ, દોડ, હેમર થ્રો, ગોળાફેક તથા બરછી ફેકમાં ઝંડો ગાળ્યો
ભાવનગર મુકામે યોજાયેલ ઓલ ગુજરાત માસ્ટર એથલેટિક્સ ટુર્નામેન્ટમાં કોડીનારના ખેલાડીઓ ઝળક્યા છે.
ફીટ ઇન્ડિયા અંતર્ગત ઓલ ગુજરાત માસ્ટર એથેલેટિક્સ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. જેમાં કોડીનારમાંથી અનેક ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભાવનગર મુકામે યોજાયેલી આ ટુર્નામેન્ટમાં કોડીનાર તાલુકાના નરસિંહભાઇ જાદવે 65 + ઉંચી કુદમાં ગોલ્ડ મેડલ અને ચક્રફેકમાં સિલ્વર મેડલ, નવઘણભાઈ દાહીમાં પાંચ કિલોમીટર વોકિંગમાં સિલ્વર મેડલ, રણજીતસિંહ ગોહિલ 100 મીટર 200 મીટર અને લાંબી કુદમાં ગોલ્ડ મેડલ તેમજ નરેન્દ્રસિંહ ગોહિલ 5000 મીટર દોડમાં ગોલ્ડ અને 1500 મીટરમાં સિલ્વર મેડલ તેમજ જયેશ ગોહિલે હેમર થ્રો અને ગોળાફેકમાં ગોલ્ડ મેડલ તેમજ રોહિતસિંહ ગોહિલે બરછી ફેકમાં ગોલ્ડ મેડલ મેળવી કોડીનાર તાલુકા તેમજ સમગ્ર નાઘેર પંથકનું ગૌરવ વધાર્યું છે. તમામ રમતવીરોને સમગ્ર તાલુકા પરિવાર વતી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0