દેશમાં કાવડ યાત્રા શરૂ થઈ ગઈ છે, પરંતુ ઉત્તર પ્રદેશમાં કાવડ માર્ગ પર આવેલી દુકાનોમાં માલિકના નામ સાથેની નેમ પ્લેટ લગાવવાને લઈને વિવાદ થયો છે. આ મામલો મુઝફ્ફરનગરથી શરૂ થયો હતો
દેશમાં કાવડ યાત્રા શરૂ થઈ ગઈ છે, પરંતુ ઉત્તર પ્રદેશમાં કાવડ માર્ગ પર આવેલી દુકાનોમાં માલિકના નામ સાથેની નેમ પ્લેટ લગાવવાને લઈને વિવાદ થયો છે. આ મામલો મુઝફ્ફરનગરથી શરૂ થયો હતો
દેશમાં કાવડ યાત્રા શરૂ થઈ ગઈ છે, પરંતુ ઉત્તર પ્રદેશમાં કાવડ માર્ગ પર આવેલી દુકાનોમાં માલિકના નામ સાથેની નેમ પ્લેટ લગાવવાને લઈને વિવાદ થયો છે. આ મામલો મુઝફ્ફરનગરથી શરૂ થયો હતો, ત્યારબાદ યોગી સરકારના આદેશ બાદ તેને સમગ્ર રાજ્યમાં લાગુ કરવામાં આવ્યો હતો. એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ નામની એનજીઓએ આ આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેની સુનાવણી 22 જુલાઈએ સુપ્રીમ કોર્ટે રાજ્યો પાસેથી શુક્રવાર (26 જુલાઈ) સુધીમાં જવાબ માંગ્યો હતો અને જ્યાં સુધી રાજ્યો જવાબ ન આપે ત્યાં સુધી આ આદેશ આપવામાં આવ્યો હતો જે બાદ આ મામલામાં આગામી સુનાવણી આજે 26મી જુલાઈએ થશે.
સુપ્રીમ કોર્ટે નેમ પ્લેટ વિવાદ પર ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશની સરકારોને નોટિસ પાઠવી હતી અને શુક્રવાર એટલે કે 26મી જુલાઈ સુધીમાં જવાબ આપવા જણાવ્યું હતું. જેના જવાબમાં ઉત્તર પ્રદેશ સરકારે કહ્યું કે, શાંતિ જાળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે કોર્ટને કહ્યું કે કાવડ માર્ગ પરની ખાણીપીણીની દુકાનો પર નેમ પ્લેટ લગાવવાની આ સૂચના ભૂલથી પણ તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ ન પહોંચે અને શાંતિ સુનિશ્ચિત કરવા માટે જારી કરવામાં આવી હતી.
મુઝફ્ફરનગરનો ઉલ્લેખ કરતા, સરકારે કોર્ટમાં તેના જવાબમાં જણાવ્યું હતું કે, "મુઝફ્ફરનગર જેવા સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ વિસ્તારમાં આવી ઘટનાઓ પ્રથમ વખત પ્રકાશમાં આવી છે, જ્યાં ખોરાકને લઈને મૂંઝવણ ઊભી થઈ, ગેરસમજને કારણે તણાવ અને અરાજકતા સર્જાઈ. યુપી સરકારે નેમ પ્લેટના આદેશ સામે દાખલ કરવામાં આવેલી અરજીનો વિરોધ કર્યો હતો અને અરજીઓને ફગાવી દેવા માટે કોર્ટને અપીલ કરી હતી. સરકારે કહ્યું કે, અરજીમાં લગાવવામાં આવેલા આરોપો સાચા નથી અને તથ્યો પણ સ્વીકાર્ય નથી. આ અરજીઓને કોર્ટે ફગાવી દેવી જોઈએ, કારણ કે આ રાજ્યની જવાબદારીનો મામલો છે અને સરકારે કાયદો અને વ્યવસ્થા જાળવવા આદેશ જારી કર્યો હતો.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0