ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા એક ભારતીય પરિવારના બે બાળકો ગુમ થઈ ગયા છે. ગઈ કાલે સવારે કેલિફોર્નિયાના સેન જિએગો પાસે યાત્રી જે બોટમાં યાત્રા કરી રહ્યા હતાં, તે બોલ પલટી ગઈ હતી.
ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા એક ભારતીય પરિવારના બે બાળકો ગુમ થઈ ગયા છે. ગઈ કાલે સવારે કેલિફોર્નિયાના સેન જિએગો પાસે યાત્રી જે બોટમાં યાત્રા કરી રહ્યા હતાં, તે બોલ પલટી ગઈ હતી.
ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા એક ભારતીય પરિવારના બે બાળકો ગુમ થઈ ગયા છે. ગઈ કાલે સવારે કેલિફોર્નિયાના સેન જિએગો પાસે યાત્રી જે બોટમાં યાત્રા કરી રહ્યા હતાં, તે બોલ પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં ત્રણ લોકો ડૂબી ગયા હતાં. જોકે, બાળકોના માતા-પિતા નસીબદાર હતા તેથી તે બચી ગયા અને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. પરંતુ તેમના બે બાળકો ગુમ છે.
સાન ફ્રાન્સિસ્કોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે X પર એક પોસ્ટ દ્વારા ઘટનાની પુષ્ટિ કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે આજે સવારે કેલિફોર્નિયાના સેન ડિએગો નજીકના દરિયા કિનારે બોટ પલટી જવાની દુ:ખદ ઘટના બની હતી. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે અને નવ ગુમ થયા છે તેમજ ચાર ઈજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટનામાં એક ભારતીય પરિવાર પણ હતો. જેમના બે બાળકો ગુમ થઈ ગયા છે અને તેમના માતા-પિતા સ્ક્રિપ્સ મેમોરિયલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અમે સ્થાનિક અધિકારીઓ સાથે સંકલનમાં રહીને અસરગ્રસ્ત ભારતીય પરિવારને તમામ જરૂરી સહાય પૂરી પાડી રહ્યા છીએ.'
આ દુર્ઘટનામાં ચાર લોકો ઝડપાયા હતાં. જેમાં 2 ઈજાગ્રસ્ત હોવાના કારણે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને અન્ય બેની અટકાયત કરવામાં આવી છે. કોસ્ટ ગાર્ડના પ્રવક્તા હન્ટર સ્નેબેલે જણાવ્યું કે, અટકાયત કરવામાં આવેલા બંને લોકો તસ્કરો હોવાની આશંકા છે.
હાલ, ગુમ થયેલા લોકોની તપાસ માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનમાં કોસ્ટ ગાર્ડ કટર, ઇમરજન્સી રિસ્પોન્સ બોટ અને હેલિકોપ્ટરનો સમાવેશ થાય છે. ગુમ થયેલા લોકોમાં બે બાળકો પણ છે.
જોકે હજુ સુધી સ્પષ્ટ નથી કે, આ બોટ ક્યાંથી આવી રહી હતી પરંતુ, સૂર્યોદયની તુરંત બાદ મિક્સિકન સીમાથી લગભગ 35 માઇલ (56 કિ.મી) ઉત્તરની દિશાએ તે પલટી હતી. આ એક અથવા બે એન્જિનવાળી ખુલ્લી બોટ હતી. જે મોટાભાગે માછલી પકડવાના ઉપયોગમાં લેવાય છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0