રેકર્ડની કામગીરી અટવાતા લોકોમાં રોષ, જીલ્લા કક્ષાએ તાત્કાલિક નવા અધિકારીની નિમણુંક કરવા પુર્વ ભાજપ પ્રમુખની માંગ
રેકર્ડની કામગીરી અટવાતા લોકોમાં રોષ, જીલ્લા કક્ષાએ તાત્કાલિક નવા અધિકારીની નિમણુંક કરવા પુર્વ ભાજપ પ્રમુખની માંગ
ઉના શહેરના જુનાં ગામતળનુ કાયમી રેકર્ડ ધરાવી સીટી સર્વે ઓફીસમાં કાયમી અધિકારીની નિમણુંક કરાય છે પરંતુ આ કચેરીના અધિકારીને ગીર સોમનાથ જીલ્લાની સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટનો ચાર્જ અને તે હેઠળ આવતી અન્ય ત્રણ તાલુકાના સીટી સર્વે ઓફીસની કામગીરી સોંપી દેવાતા એક અધિકારી વચ્ચે આમ પ્રજા દુઃખી થાય છે અને લોકોના સમયસરની કામગીરી નહી થતા લોકો ત્રાસી ઉઠ્યા છે.
ઉના સીટી સર્વે ઓફીસ કાયમી સમયસર ખુલ્લી જાય છે ત્યાં અન્ય કર્મચારી પણ હાજર રહે છે અને સમયસરની સંતોષ પુર્વક જવાબ પણ અપાય છે પરંતુ સમગ્ર જિલ્લામાં એક જ મુખ્ય અધિકારી હોવાથી કામગીરીનું ભારણ વધુ પડતું હોવાથી સમયસર લોકોના કામ થતા નથી કે અધિકારીની સહી વગર કોઈ ડોક્યુમેન્ટ નહી મળતા હોવાથી લોકો કચેરીના ધક્કા ખાતા થાકી જતા હોય છે. આ સીટી સર્વે ઓફીસને રજીસ્ટર દસ્તાવેજ શહેરના નવા રેવન્યુ વિસ્તારની કામગીરીનું ભારણ અતિશય નાખી દેવાતાં એક અધિકારી ક્યાં પહોંચશે? તેવી સ્થિતિ સર્જાઈ હોવાથી અધિકારી પણ મુંજવણ અનુભવી રહ્યા છે.
મિલકતના રોકાયેલા દસ્તાવેજો ધરભેણી કેસો ચલાવવા નવાં પ્રોપર્ટી કાર્ડ બનાવવાં તેમજ વારસાગત એન્ટ્રી પાડવી નવા રજીસ્ટર થતા દસ્તાવેજોની કામગીરી કરવી આવા મિલકત સંબંધી ડોક્યુમેન્ટ આ કચેરી હેઠળ આવતા હોવાથી અંદાજીત એક લાખની વસ્તી ધરાવતા ઉના શહેરની સીટી સર્વે ઓફીસમાં મુખ્ય કાયમી નિમણૂક થયેલા અધિકારીને જીલ્લાની મુખ્ય સુપ્રિટેન્ડેન્ટ કચેરીમાં મુકીને ઉનાની કચેરી નિરાધાર બનાવી દેતા હજારો લોકો આ કચેરીમાં પોતાના ડોક્યુમેન્ટ મેળવવા પરેશાની અનુભવી રહ્યા હોવાનું પૂર્વ ભાજપ પ્રમુખ ચંદુભાઈ કોટેચા દ્વારા જણાવાયું હતું અને તાત્કાલિક જીલ્લા કક્ષાએ કોઈ અન્ય અધિકારીની નિમણુંક કરી ઉના સીટી સર્વે ઓફીસના કાયમી અધિકારીને છુટાં કરી ઉનાની કચેરીની રેગ્યુલર થતી કામગીરીને જાળવી રાખવા માંગણી કરી છે.
એક અધિકારી વચ્ચે ત્રણ જગ્યાએ કામગીરી નિભાવવી એ પણ કોઈ સરકારી વાહનની સુવિધા વગર મુશ્કેલી હોવા છતાં સરળ અને શાંત સ્વભાવ ધરાવતાં સીટી સર્વે ઓફિસર બન્ને એટલી લોકોની મુશ્કેલી દુર કરવા પ્રયાસ કરતાં હોય છે પરંતુ મોટાં ભાગે સુપ્રિટેન્ડેન્ટની જગ્યા ખાલી હોવાથી તેમને વધું પડતું જીલ્લા કક્ષાએ રહેવાથી બાવાના બેય બગડે તેવી સ્થિતી નિર્માણ થઈ રહી છે. આ બાબતે જીલ્લા કલેકટર અને રાજ્ય સરકારના રેવન્યુ મંત્રી દ્વારા ઊના સીટી સર્વે ઓફીસર પાસેથી વધારાના ચાર્જ છોડાવી તેમની નિમણૂંક થયેલી ઉના સીટી સર્વે કચેરીમાં નિયમિતપણે હાજર રહે તેવી માંગણી ઊના શહેર પુર્વ ભાજપ પ્રમુખ ચંદુભાઈ કોટેચાએ રજુઆત કરી માંગણી કરી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0