મહારાષ્ટ્રના પુણેમાં રવિવારે એનસીપીના પૂર્વ કાઉન્સિલરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મૃતક પૂર્વ કાઉન્સિલરનું નામ વનરાજ અંદેકર જણાવવામાં આવી રહ્યું છે.
મહારાષ્ટ્રના પુણેમાં રવિવારે એનસીપીના પૂર્વ કાઉન્સિલરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મૃતક પૂર્વ કાઉન્સિલરનું નામ વનરાજ અંદેકર જણાવવામાં આવી રહ્યું છે.
મહારાષ્ટ્રના પુણેમાં રવિવારે એનસીપીના પૂર્વ કાઉન્સિલરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મૃતક પૂર્વ કાઉન્સિલરનું નામ વનરાજ અંદેકર જણાવવામાં આવી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પૂર્વ કાઉન્સિલર પર એક પછી એક પાંચ ગોળીઓ ચલાવવામાં આવી હતી. ગોળીબાર બાદ વનરાજ અંદેકરને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેનું મૃત્યુ થયું હતું.
વનરાજ આંદેકર 2017ની પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી તરફથી કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. આ ઉપરાંત વનરાજ આંદેકરના પિતરાઈ ભાઈ ઉદયકાંત આંદેકર પણ કાઉન્સિલર રહી ચૂક્યા છે. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને હુમલાખોરોની શોધ કરવામાં આવી રહી છે.
મહારાષ્ટ્રમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી પ્રસ્તાવિત છે અને ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં પુણેમાં પૂર્વ કાઉન્સિલરની ગોળી મારીને મોતનો મામલો સામે આવતા રાજકારણ ગરમાયું છે.વિપક્ષી દળોનો આરોપ છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0