વિનેશ તેના ઐતિહાસિક ગોલ્ડ મેડલથી માત્ર એક જીત દૂર હતી, પરંતુ તે પહેલા ખરાબ સમાચાર આવ્યા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનું વજન નિર્ધારિત મર્યાદા કરતા 100 ગ્રામ વધુ હતું
વિનેશ તેના ઐતિહાસિક ગોલ્ડ મેડલથી માત્ર એક જીત દૂર હતી, પરંતુ તે પહેલા ખરાબ સમાચાર આવ્યા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનું વજન નિર્ધારિત મર્યાદા કરતા 100 ગ્રામ વધુ હતું
પેરિસ ઓલ્મ્પીક્સમાં ભારતને ઝટકો મળ્યો છે. વીનેશ ફોગટના વધુ વજને કારણે તેને ડીસ્ક્વોલીફાય કરવામાં આવી છે આ સાથે જ ભારનું ગોલ્ડ મેળવવાનું સપનું પણ રોળાયું છે. ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટનું ગોલ્ડ મેડલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. એવું માનવામાં આવે છે કે તે વધુ વજનના કારણે અયોગ્ય બની ગઈ છે. આ રીતે 140 કરોડ ભારતીયોના દિલ તૂટી ગયા. વિનેશ ફોગાટે મંગળવારે જ પેરિસ ઓલિમ્પિકની પ્રી-ક્વાર્ટર અને ક્વાર્ટર ફાઇનલ મેચ જીતીને મહિલા ફ્રી સ્ટાઇલ 50 કિગ્રાની સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી.
વિનેશ તેના ઐતિહાસિક ગોલ્ડ મેડલથી માત્ર એક જીત દૂર હતી, પરંતુ તે પહેલા ખરાબ સમાચાર આવ્યા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનું વજન નિર્ધારિત મર્યાદા કરતા 100 ગ્રામ વધુ હતું. વિનેશ ફોગાટે પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં જાપાનની ઓલિમ્પિક ચેમ્પિયન કુસ્તીબાજ યુઈ સુસાકી સામે જીતી ઈતિહાસ સર્જ્યો હતો અને તેને રોમાંચક રીતે 3-2થી હરાવ્યો હતો. આ પછી, તેણીએ યુક્રેનની ઓક્સાના લિવાચ સામેની ક્વાર્ટર ફાઈનલ મેચ 7-5થી જીતી લીધી અને સેમિફાઈનલમાં જગ્યા બનાવી.
પેરિસ ઓલિમ્પિક્સ વિનેશ ફોગાટની ત્રીજી ઓલિમ્પિક છે. 2016ના રિયો ઓલિમ્પિકમાં, તે ઈજાના કારણે થોડા માર્જિનથી બ્રોન્ઝ મેડલ જીતવાનું ચૂકી ગઈ હતી. ટોક્યો ઓલિમ્પિકમાં, તે 53 કિગ્રા ક્વાર્ટર ફાઇનલમાં વેનેસા કાલાડઝિન્સકાયા સામે હારી ગઈ હતી. સેમિફાઇનલમાં હાર્યા બાદ કાલાડઝિન્સકાયાનું ટુર્નામેન્ટમાં રોકાણ સમાપ્ત થયું,
ભારતીય ઓલિમ્પિક સંઘે પણ વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવવાની પુષ્ટિ કરી છે. IOAએ નિવેદનમાં કહ્યું કે વિનેશ ફોગાટને 50 કિ.ગ્રા. કામને કુસ્તી મેચમાંથી અયોગ્ય ઠેરવવામાં આવ્યો છે. વિનેશ ફોગટનું વજન નિર્ધારિત મર્યાદા કરતા વધુ હોવાનું જાણવા મળ્યું હતું. વિનેશની ગેરલાયકાત બાદ હવે 50 કિ.ગ્રા. કેટેગરીમાં કોઈ કુસ્તીબાજને સિલ્વર મેડલ નહીં મળે. હવે અમેરિકન રેસલરને આ કેટેગરીમાં ગોલ્ડ મેડલ મળશે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0