પેરિસ ઓલિમ્પિકને 11 દિવસ વીતી ગયા છે. હવે રમતના માત્ર 5 દિવસ બાકી છે. રમતગમતનો આ મહાકુંભ 11મી ઓગસ્ટે સમાપ્ત થશે. 11મા દિવસે પણ ભારતની મેડલ ટેલીમાં કોઈ સુધારો થયો નથી. આજે ભારત પાસે ઈતિહાસ રચવાની ઘણી તકો છે.
વિનેશ તેના ઐતિહાસિક ગોલ્ડ મેડલથી માત્ર એક જીત દૂર હતી, પરંતુ તે પહેલા ખરાબ સમાચાર આવ્યા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનું વજન નિર્ધારિત મર્યાદા કરતા 100 ગ્રામ વધુ હતું
ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકની ફાઈનલમાં ભાગ લેવા પર રોક લગાવી દેવામાં આવી છે. વિનેશ 50 કિલોગ્રામની ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ તેનું વજન 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું.
ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટે કુસ્તીમાંથી નિવૃત્તિ લીધી છે. વિનેશ ફોગટે આ નિર્ણય પેરિસ ઓલિમ્પિકમાં પોતાની ગેરલાયકાત બાદ લીધો હતો. વિનેશ ફોગાટે એક્સ હેન્ડલ દ્વારા નિવૃત્તિ વિશે માહિતી આપતા કહ્યું કે તે દેશવાસીઓની ઋણી રહેશે. ગુડબાય રેસલિંગ
વિનેશ ફોગાટે કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેણે કહ્યું કે મા કુસ્તી જીતી, હું હારી ગઈ . રેસલર બજરંગ પુનિયાએ તેની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે. પુનિયાએ કહ્યું કે વિનેશ તમે હાર્યા નથી, તમને હરાવામાં આવ્યા છે
ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગટને પેરિસ ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠેરવવા સામેની અરજી પર આજે સુનાવણી થશે. તેણે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)માં અપીલ દાખલ કરી હતી, જેને સુનાવણી માટે સ્વીકારવામાં આવી હતી
વિનેશ ફોગાટને સિલ્વર મેડલ મળશે કે નહીં, આજે આવી શકે છૈ સૌથી મોટો નિર્ણય
ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટના ભાવિ અંગેનો નિર્ણય ફરી એક વખત મોકૂફ રાખવામાં આવ્યો છે. પેરિસ ઓલિમ્પિકમાં પોતાની ગેરલાયકાત સામે કોર્ટ ઓફ આર્બિટ્રેશન (CAS)માં અપીલ કરનાર વિનેશ ફોગાટની રાહ વધુ વધી ગઈ
માત્ર 10 દિવસ પહેલા પેરિસ ઓલિમ્પિકમાં નિરાશા અને પછી આગામી એક સપ્તાહ સુધી લડાયેલા યુદ્ધમાં વિનેશ ફોગાટ સહિત સમગ્ર દેશને હારનો સામનો કરવો પડ્યો હતો
હરિયાણામાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાવાની અફવાઓ વચ્ચે કુસ્તીબાજ વિનેશ ફોગાટ બુધવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મળ્યા હતા. તે જ સમયે, ટોક્યો ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા બજરંગ પુનિયા પણ વિપક્ષના નેતાને મળ્યા હતા. કોંગ્રેસે મંગળવારે કહ્યું હતું કે તે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક બાદ ફોગાટ અંગે સ્થિતિ સ્પષ્ટ કરશે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025