ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મુખ્યમંત્રીને કરી લેખિત રજૂઆત
ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મુખ્યમંત્રીને કરી લેખિત રજૂઆત
ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજજો આપવા અંગે સોમનાથના ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રી સહીતનાને રજૂઆત કરી માંગ કરી છે.
સોમનાથના ધારાસભ્ય અને વિધાનસભાના ઉપદંડક વિમલભાઇ ચુડાસમા દ્વારા મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવેલ કે, વેરાવળ-પાાટણ, ભીડીયાની આશરે દોઢ લાખથી વધારે વસ્તી છે તથા બાર જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ અહીં આવેલ છે, જેથી સમગ્ર વિશ્વમાંથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે મહાનગરપાલિકા કક્ષાની વિવિધ સુવિધાઓથી વેરાવળના લોકો તથા વિશ્વભરમાંથી આવતા પ્રવાસીઓને લાભ મળી શકતા નથી. આજુ-બાજુના વિસ્તારોનો નગરપાલિકા વિસ્તારમાં સમાવેશ કરી આ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરરજો આપવામાં આવે તો વિકાસલક્ષી લાભો મળી શકે તેમ છે, વેરાવળ શહેરની આજુ-બાજુમાં કંસારાની કાદી ઓ.જી. વિસ્તારમાં છે તથા ભાલપરામાં આશરે ૧૫ હજાર મતદારો છે અને ૨પ હજાર જેટલી વસ્તી છે. ભાલકા તીર્થપણ નજીક આવેલ છે ત્યાં પણ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. જેથી મહાનગરપાલિકાનો દરરજો આપવામાં આવે તો વિકાસલક્ષી લાભો મળી શકે.
જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં એક જ નગરપાલિકા છે તે ચોરવાડ નગરપાલિકા વિસ્તારના ધારાસભ્યનું વતન છે. જ્યાં આશરે ૨૦ હજાર મતદારો છે અને આશરે ૩૫ હજાર જેટલી વસ્તી છે. ચોરવાડ તાલુકો ન હોવાથી લોકોને ૧૫ કિલોમીટર દૂર માળીયા હાટીના જવું પડે છે, જેથી ચોરવાડને તાલુકાનો દરજજો આપવામાં આવે તેવી લેખિત રજૂઆત ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા મુખ્યમંત્રીને કરી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0