વાવાઝોડાને લઈને કચ્છના કંડલા, જખૌ અને મુન્દ્રા બંદરે ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. સાથે ઘોઘલા તથા વણાક્બારા જેટ્ટી પર ૩ નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યું છે. આ સાથે જ દીવના દરિયામાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે
વાવાઝોડાને લઈને કચ્છના કંડલા, જખૌ અને મુન્દ્રા બંદરે ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. સાથે ઘોઘલા તથા વણાક્બારા જેટ્ટી પર ૩ નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યું છે. આ સાથે જ દીવના દરિયામાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે
ગુજરાતમાં ભારે વરસાદ બાદ હવે વાવાઝોડાનું જોખમ તોળાઈ રહ્યું છે. જેની અસર સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા મળી શકે છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા અવિરત વરસાદને કારણે રાજ્યના અનેક જિલ્લાઓ જાણે જળમગ્નબન્યા હોઈ તેવા દ્રશ્ય સામે આવી રહ્યા છે. ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે. રાજ્યમાં પડેલા અવિરત વરસાદને કારણે અનેક રસ્તાઓ ધોવાયા છે જેને કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે તો વરસાદી પાણી ભરવાને કારણે અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. ત્યારે હાલ ભારે વરસાદ બાદ રાજ્યમાં વાવાઝોડાનું જોખમ તોળાઈ રહ્યું છે.
ગુજરાત પર ડીપ ડીપ્રેશનની સીસ્ટમ અરબ સાગર તરફ આગળ વધી રહી છે.જેના લીધે કચ્છ પર વાવાઝોડાનો ખતરો મંડાઈ રહ્યો છે. કચ્છનાં માંડવીમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫.૫ ઇંચ વરસાદ પણ ખાબક્યો હતો ભારે વરસાદને કારણે માંડવી શહેર જળબંબાકાર થઇ ગયું હતું.
વાવાઝોડાને લઈને કચ્છના કંડલા, જખૌ અને મુન્દ્રા બંદરે ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. સાથે ઘોઘલા તથા વણાક્બારા જેટ્ટી પર ૩ નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યું છે. આ સાથે જ દીવના દરિયામાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે. આ સમયે માછીમારોને દરિયો ન ખેડવા પણ સુચના આપવામાં આવી છે
કચ્છનાં માંડવીમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ વીજપોલ પણ ધરાસાઈ થતા છે.કચ્છમાં વાવાઝોડાની આગાહીને પગલે તંત્ર દ્વારા પણ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.
કચ્છ ઉપરાંત, સૌરાષ્ટ્રના મોરબી, જામનગર, દ્વારકામાં પણ ભારે પવન સાથે વરસાદની હવામ વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0