કચ્છનાં દરિયાકાંઠેથી ડ્રગ્સનાં બિનવારસી પેકેટ મળી આવવાનો સીલસીલો હજુ યથાવત છે. લખપત તાલુકામાંથી બીએસએફને ચરસનાં બે પેકેટ મળી આવ્યા હતા. જે બાદ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરતા દરિયા કિનારાનાં વિસ્તારમાંથી ચરસનાં 10 પેકેટ મળી આવ્યા હતા
માંડવી તાલુકાના મોટા કાંડગરા પાસે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરતા અહી લેબર કોલોનીમાં રહેતા મજુરો ફસાયા હતા વહીવટીતંત્રને જાણ થતા જ NDRFની મદદથી રાહત અને બચાવની કામગીરી શરુ કરવામાં આવી હતી
વાવાઝોડાને લઈને કચ્છના કંડલા, જખૌ અને મુન્દ્રા બંદરે ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. સાથે ઘોઘલા તથા વણાક્બારા જેટ્ટી પર ૩ નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યું છે. આ સાથે જ દીવના દરિયામાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે
કચ્છ અને પાકિસ્તાનના દરિયાકાંઠે સર્જાયેલ ડીપ ડિપ્રેશન ચક્રવાત અસ્નામાં ફેરવાઈ ગયું છે. જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદ થયો હતો. જો કે હવે આગામી કેટલાક કલાકોમાં તે આગળ વધે તેવી શક્યતા છે.
સુરત, વડોદરા, ભરૂચ બાદ કચ્છ પણ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એક જ દિવસમાં કચ્છમાં બીજીવાર પથ્થરમારાની ઘટના સામે આવી છે. નખત્રાણા બાદ માંડવીમાં ગણેશ વિસર્જન કરવા આવેલા લોકો પર પથ્થરમારો કર્યા હોવાની વિગતો સામે આવી છે.
કચ્છમાં ફરી ભૂકંપના આચંકા અનુભવાયા છે. ભચાઉ નજીક આજે સવારે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. આજે સવારના 6:59 વાગ્યે 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો.
રાજ્યમાંથી ડ્રગ્સ પકડવાનો સિલસિલો યથાવત છે. ડ્રગ્સનું દૂષણ દૂર કરવા માટે સરકાર અવાર-નવાર ડ્રાઈવનું આયોજન પણ કરે છે. આમ છતાં ડ્રગ્સ મળવાની ઘટનાઓમાં સતત વધારો થિયા રહ્યો છે
કચ્છના કંડલામાં એક દુર્ઘટના સર્જાઈ છે. કંડલાની એગ્રો ટેક કંપનીમાં વેસ્ટ પ્રવાહીની ટાંકી સાફ કરવા દરમ્યાન 5 શ્રમિકોનો મોત થયાં છે. આ ઘટના કંપનીમાં રાત્રીના 12.30 કલાકે સર્જાઈ હતી.
કચ્છમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. કચ્છના ખાવડામાં આજે વહેલી સવારે 3.54 વાગ્યે 4ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ગુજરાતના કચ્છમાં સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી. આ દરમિયાન પીએમે BSF જવાનોને પોતાના હાથે મીઠાઈ ખવડાવી હતી. આ સાથે પીએમ મોદીએ સરક્રીક વિસ્તારનું પણ નિરીક્ષણ કર્યું હતું
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025