ભારતના સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્ર માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. આજે ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં ખાનગી ભાગીદારીને મોટું પ્રોત્સાહન મળવા જઈ રહ્યું છે. હવે એરબસના C-295 મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું ઉત્પાદન ભારતમાં જ થશે. આ માટે વડોદરામાં ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સ તૈયાર છે.