આસામના મુખ્યમંત્રી હિમંતા વિશ્વ શર્માએ જાહેરાત કરી કે રાજ્ય સરકારે રેસ્ટોરન્ટ , હોટલ અને જાહેર સ્થળોએ બીફ પીરસવા અને ખાવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.
આસામના મુખ્યમંત્રી હિમંતા વિશ્વ શર્માએ જાહેરાત કરી કે રાજ્ય સરકારે રેસ્ટોરન્ટ , હોટલ અને જાહેર સ્થળોએ બીફ પીરસવા અને ખાવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.
આસામના મુખ્યમંત્રી હિમંતા વિશ્વ શર્માએ જાહેરાત કરી કે રાજ્ય સરકારે રેસ્ટોરાં, હોટલ અને જાહેર સ્થળોએ બીફ પીરસવા અને ખાવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. રાજ્ય કેબિનેટની બેઠકમાં આ અંગે પ્રવર્તમાન કાયદામાં સુધારો કરીને નવી જોગવાઈઓનો સમાવેશ કરવાનો નિર્ણય લેવાયો હતો.
તેમણે કહ્યું કે બીફના સેવન અંગેનો વર્તમાન કાયદો કડક છે, પરંતુ રેસ્ટોરાં, હોટલ અને ધાર્મિક કે સામાજિક મેળાવડાઓમાં બીફ ખાવા પર હજુ સુધી કોઈ પ્રતિબંધ નથી. મુખ્યમંત્રીએ કહ્યું કે, હવે અમે આસામમાં જાહેર સ્થળોએ પણ બીફના સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવા માટે કાયદો વધુ કડક બનાવવાનો નિર્ણય લીધો છે.
વિપક્ષ અને ભાજપ આમને-સામને
વિપક્ષ આસામ સરકારના નિર્ણયનો વિરોધ કરી રહ્યો છે. શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે કહ્યું કે આરએસએસના અગ્રણી નેતાઓએ પણ અગાઉ કહ્યું છે કે ખાવું-પીવું એ વ્યક્તિગત બાબત છે. ગોવામાં ગૌમાંસ પર પ્રતિબંધ કેમ નથી? તે ઉત્તર પૂર્વમાં કેમ નથી?
ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ વિપક્ષના હુમલાનો જવાબ આપ્યો છે. તેમણે 'વોટ બેંકની રાજનીતિ' માટે આ પ્રતિબંધનો વિરોધ કરવા બદલ કોંગ્રેસના ઘણા નેતાઓ પર સવાલ ઉઠાવ્યા છે. શહેઝાદ પૂનાવાલાએ આસામમાં હિન્દુઓની પરવા ન કરવા બદલ કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0