અકસ્માત ઘટાડવા ખુલ્લા વાહનમાં દરીયાઇ જીવો અને જૈવિક કચરાનું પરિવહન ન કરવા કલેકટરે જારી કર્યા આદેશ
અકસ્માત ઘટાડવા ખુલ્લા વાહનમાં દરીયાઇ જીવો અને જૈવિક કચરાનું પરિવહન ન કરવા કલેકટરે જારી કર્યા આદેશ
ગીર સોમનાથ જિલ્લામાં માછલી, અન્ય દરિયાઈ જીવો તથા તેના જૈવિક કચરાનું ખુલ્લા વાહનોમાં પરીવહન કરવામાં આવે છે. આ વાહનોમાંથી ચીકણું પ્રવાહી નીચે રસ્તા પર ઢોળાતુ હોવાથી ત્યાંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને અગવડ ઉભી થાય છે અને વાહનો સ્લીપ થવાના કારણે લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે જે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના ધ્યાને આવતા માછલી તથા અન્ય દરીયાઈ જીવો કે તેના જૈવિક કચરામાંથી દુર્ગંધ ન ફેલાય તેમ યોગ્ય રીતે ઢાંકીને અથવા પેકીંગ કરીને તેમજ તેમાંથી કોઈ પણ પ્રકારનું પ્રવાહી નીચે રસ્તા પર ન ઢોળાય તે રીતે પરીવહન કરવા જાહેરનામુ બહાર પાડ્યું છે.
રસ્તા પર ચીકણું પ્રવાહી ઢોળાતા કેટલાય લોકોને ગંભીર ઈજા થવાના તથા જીવ ગુમાવેલ હોવાના પણ બનાવ બન્યા છે, આજુબાજુના વિસ્તારમાં અસહય દુર્ગંધ તથા ગંદકી ફેલાતી હોવાથી લોકોના સ્વાસ્થ્યને નુકશાન થવાની પણ સંભાવના વધુ રહે છે. જેથી આ બાબતે પુખ્ત વિચારણા કરી જાહેર જનતાની સુરક્ષા, સલામતી અને સ્વાસ્થ્ય માટે માછલી તથા અન્ય દરિયાઈ જીવો કે તેના જૈવિક કચરાનું ખુલ્લા વાહનોમાં પરીવહન કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
જાહેર નામાનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહીતાની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. ૬૦ દીવસ માટે અમલમાં મુકાયેલા આ જાહેરનામાના ભંગ બદલ ફરીયાદ માંડવા માટે ફરજ પરના પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0