જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં મંગળવારે સવારે સતત બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપમાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી
જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં મંગળવારે સવારે સતત બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપમાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી
જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં મંગળવારે સવારે સતત બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપમાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.9 નોંધવામાં આવી હતી. આ સાથે જ પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે.
સ્થાનિક હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, પહેલો ભૂકંપ સાંજે 6.45 કલાકે આવ્યો હતો. થોડીવારમાં બીજો ભૂકંપ આવ્યો. ભૂકંપનું કેન્દ્ર બારામુલ્લા હતું અને તે અનુક્રમે 5 અને 10 કિલોમીટરની ઊંડાઈએ હતું.
ભારતને ભૂકંપના જોખમને લઈને ચાર પ્રદેશોમાં વહેંચવામાં આવ્યું છે. આ ઝોનમાંથી, ઝોન 5માં સૌથી વધુ સિસ્મિક જોખમ છે અને ઝોન 2માં સૌથી ઓછું જોખમ છે. કાશ્મીર ખીણ અને ડોડા જિલ્લાના તમામ જિલ્લાઓ સિસ્મિક ઝોન 5 માં આવે છે અને બાકીના જિલ્લાઓ સિસ્મિક ઝોન 4 માં આવે છે. જમ્મુ-કાશ્મીરમાં 2005માં મોટો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા 7.6 હતી, જેણે ભારે તબાહી સર્જી હતી. આ વિનાશ મોટાભાગે સરહદી ગામોમાં થયો હતો, ખાસ કરીને બારામુલ્લા અને કુપવાડા જિલ્લામાં.
તાજેતરમાં રશિયામાં આવેલા ભૂકંપથી ધરતી હચમચી ગઈ હતી. યુરોપીયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC) એ જણાવ્યું હતું કે શનિવારે રશિયાના કામચટકા ક્ષેત્રના પૂર્વ કિનારે 51 કિમીની ઊંડાઈ સાથે 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ બાદ તરત જ સુનામીને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. યુએસ નેશનલ સુનામી વોર્નિંગ સેન્ટરે ભૂકંપ બાદ સુનામી એલર્ટ જાહેર કર્યું હતું. જો કે, રશિયન ઇમરજન્સી મંત્રાલયની કામચટકા શાખાએ કહ્યું હતું કે કામચટકા કિનારે 7.2ની તીવ્રતાના ભૂકંપ બાદ સુનામીનો કોઈ ખતરો નથી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0