લેકટરે વિવિધ વિભાગની કામગીરીની સમીક્ષા કરી
લેકટરે વિવિધ વિભાગની કામગીરીની સમીક્ષા કરી
ગીર સોમનાથ જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને રોડ સેફટી કાઉન્સીલ, કાયદો અને વ્યવસ્થા, કોસ્ટલ સિક્યોરિટી અંગે બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટરે વિવિધ રોડ એન્જિનિયરિંગ, ગીર સોમનાથ જિલ્લામાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા લેવાના થતા મહત્વના પગલાઓ તેમજ બ્લેક સ્પોટ, નમસ્તેથી લઈ સોમનાથ બાયપાસ રોડ પર લાઈટ વગેરે વિશે મહત્વના વિભાગો સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલે રોડ સેફ્ટી સંલગ્ન કામગીરી સમીક્ષા કરી હતી તેમજ બ્લેક સ્પોટ્સ અન્વયે અકસ્માત ઘટાડવા માટેના પગલાં, માર્ગ અકસ્માતનાં સ્થળોની તપાસણી સહિત માર્ગ સલામતી અંગે કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા. કોસ્ટલ સિક્યોરિટી અંતર્ગતની બેઠકમાં ઓનલાઈન ટોકન મેનેજમેન્ટ સિસ્ટમ, દરિયાઈ સુરક્ષા માટે માછીમારોને જાગૃત કરવા અંગે સેમિનારો, લેન્ડિંગ પોઈન્ટ અને ફિશ લેન્ડિંગ પોઈન્ટ પર સી.સી.ટી.વી વગેરે સહિત વિવિધ મુદ્દાઓ પરત્વે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા, સર્વે પ્રાંત અધિકારી વિનોદ જોશી, ચિરાગ હિરવાણિયા સહિત આર.ટી.ઓ, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, નેશનલ હાઈવે ઓથોરિટી સહિત સંલગ્ન વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0