રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાંવધારો થઇ રહ્યો છે. ત્યારે સુરતમાંથી વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતમાં ખાનગી ટ્રાવેલ્સની બસે ભયાનક અકસ્માત સર્જ્યો છે.
રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાંવધારો થઇ રહ્યો છે. ત્યારે સુરતમાંથી વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતમાં ખાનગી ટ્રાવેલ્સની બસે ભયાનક અકસ્માત સર્જ્યો છે.
રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાંવધારો થઇ રહ્યો છે. ત્યારે સુરતમાંથી વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતમાં ખાનગી ટ્રાવેલ્સની બસે ભયાનક અકસ્માત સર્જ્યો છે. પૂર ઝડપે ચાલતી બસે સ્કૂલ બસ અને રીક્ષાને અડફેટે લીધી હતી. આ અક્સમાતમાં એક રાહદારીનું ઘટના સ્થળે જ મોત થયું છે. આ ઘટનાનો વિડીયો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે.
https://x.com/VidhataGothi21/status/1843897577575723219
આ ઘટનાની મળતી વિગતો અનુસાર સુરતના ગંગાધરા ચોકડી નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો છે. પુર ઝડપે આવતી ખાનગી ટ્રાવેલ્સની બસે હાઇવે ક્રોસ કરી રહેલી સ્કૂલ બસ અને રિક્ષાને અડફેટે લીધી હતી. ટ્રાવેલ્સની બસે રાહદારીને અડફેટે લેતા રાહદારીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. સદનસીબે સ્કૂલ બસમાં વિધાર્થીઓ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. ખાનગી બસના ડ્રાઇવરની ભૂલના કારણે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે પલસાણા પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.
આ ઘટનાના સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં દેખાય રહ્યું છે કે રોડના કોર્નર પર એક વ્યક્તિ ઉભી છે અને ચાર રસ્તા પર સામેથી સ્કુલ બસ આવી રહી હતી. અ દરમિયાન બીજી તરફથી ફૂલ સ્પીડમાં ટ્રાવેલ્સની બસ આવી અને પહેલા રીક્ષા અને રસ્તા પર ઉભેલી વ્યક્તિને અડફેટે લે છે અને પછી સ્કુલ બસને અડફેટે લે છે. આ ઘટના બાદ તરત જ રસ્તા પર લોકોની ભીડ ભેગી થઈ જાય છે. આ સમગ્ર મામલે પોલીસે વધુ તપસ હાથ ધરી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0