હરાજીમાં મુહૂર્તના ભાવ 3511 બોલાયો
હરાજીમાં મુહૂર્તના ભાવ 3511 બોલાયો
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 15 કટ્ટા નવા લસણની આવક થવા પામી હતી. જ્યારે રેગ્યુલર લસણના 5 હજાર કટ્ટાની આવક થવા પામી હતી.
ગોંડલ યાર્ડમાં ત્રણ ખેડૂતો દ્વારા 15 કટ્ટાની આવક થઈ હતી. જેમાં કેશોદ તાલુકાના પ્રાસલી ગામના પ્રથમ ખેડૂત દિલીપભાઈ નારણભાઈ વાઢીયા 4 કટ્ટા નવું લસણ લઈને ગોંડલ યાર્ડમાં આવ્યા હતા. યાર્ડમાં પેઢી ધરાવતા ગીર એન્ટરપ્રાઇઝ મારફત નવું લસણ લઈને યાર્ડમાં આવ્યા હતા. નવા લસણની હરજીની શરૂઆત પેહલા પૂજાવિધિ કરી શ્રીફળ વધેરી હરાજી શરૂ કરવામાં આવી હતી. યાર્ડમાં પેઢી ધરાવતા સ્વસ્તિક ટ્રેડિંગના વિનુભાઈ સખીયા દ્વારા નવા લસણની હરાજીમાં મુહૂર્તમાં ઉંચો ભાવ રૂ. 3511 બોલી ખરીદી કરી હતી ત્યાર બાદ ઉપસ્થિત લોકોએ પ્રથમ ખેડૂત અને વેપારીને ફુલહાર કરી મોં મીંઠા કરવામાં આવ્યા હતા. જ્યારે રેગ્યુલર લસણનો ભાવ રૂ. 2500 થી 3500 સુધીનો બોલાયો હતો.
ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે, યાર્ડમાં નવા લસણની આવકનું મુહૂર્ત થઈ ગયું છે. આગામી દિવસોમાં નવા લસણની આવકમાં વધારો જોવા મળશે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0