છિંદવાડામાં એક વ્યક્તિએ પોતાના જ પરિવારના 8 સભ્યોની કુહાડી વડે હત્યા કરી નાખતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ તરફ પરિવારની હત્યા બાદ હત્યારાએ ઝાડ પર ફાંસી લગાવી આપઘાત કરી લીધો હતો.
છિંદવાડામાં એક વ્યક્તિએ પોતાના જ પરિવારના 8 સભ્યોની કુહાડી વડે હત્યા કરી નાખતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ તરફ પરિવારની હત્યા બાદ હત્યારાએ ઝાડ પર ફાંસી લગાવી આપઘાત કરી લીધો હતો.
મધ્યપ્રદેશના છિંદવાડાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. છિંદવાડામાં એક વ્યક્તિએ પોતાના જ પરિવારના 8 સભ્યોની કુહાડી વડે હત્યા કરી નાખતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ તરફ પરિવારની હત્યા બાદ હત્યારાએ ઝાડ પર ફાંસી લગાવી આપઘાત કરી લીધો હતો. માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટના મહુલઝિર પોલીસ સ્ટેશન વિસ્તારના બોડલ કછાર ગામની જણાવવામાં આવી રહી છે.
હત્યારો પરિવારનો સભ્ય હતો અને માનસિક રીતે બીમાર હતો. ગઈકાલે રાત્રે તેણે ભાઈ, ભાભી, પત્ની અને નાના બાળક સહિત તેના પરિવારના 8 લોકોની હત્યા કરી હતી. જે બાદ તેણે ગામથી 100 મીટર દૂર નાળા પાસે ઝાડ પર લટકીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનામાં એક બાળક ઘાયલ થયો છે. મ્હાતવનું છે કે, હત્યાનું કારણ જાણી શકાયું નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર આદિવાસી પરિવારના યુવકે તેના માતા-પિતા, પત્ની, બાળક અને ભાઈ સહિત પરિવારના 8 લોકોની કુહાડી વડે હત્યા કરી હતી અને હત્યા બાદ તેને પોતાનું પણ જીવન ટૂંકાવી દીધું હતું. વિગતો મુજબ આ ઘટના રાત્રે 2-3 વાગ્યાની હોવાનું કહેવાય છે મહુલઝિર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ તરફ હવે પોલીસે આખા ગામને સીલ કરી દીધું છે. છિંદવાડાના પોલીસ અધિક્ષક ઘટનાસ્થળે રવાના થયા.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0