પાવર ઇક્વિપમેન્ટનું ઓવર ઇન્વોઇસિંગ કરીને ઓફશોર એકમો દ્વારા ઉસેટવામાં આવતા નાણા વિનોદ અદાણી પાસે જાય છે
પાવર ઇક્વિપમેન્ટનું ઓવર ઇન્વોઇસિંગ કરીને ઓફશોર એકમો દ્વારા ઉસેટવામાં આવતા નાણા વિનોદ અદાણી પાસે જાય છે
હિંડનબર્ગે વધુ એક ઘટસ્ફોટ કર્યો છે. આ વખતે તેણે તેના ઘટસ્ફોટમાં સેબીના ચેરમેન માધવી પુરી બૂચ સાણસામાં આવી ગયા છે. હિંડનબર્ગના ઘટસ્ફોટ મુજબ સેબીના ચેરમેન માધવી બુચ અને તેમના પતિ ધવલ બુચનો અદાણીની ઓફશોર કંપનીઓમાં ભાગીદાર છે. આમ સેબીના ચેરમેન માધવીબુચ અદાણી વિશે ખરાબ રિપોર્ટ ક્યાંથી આપે, જ્યારે તે પોતે જ તેમના હિસ્સેદાર હોય.રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું હતું કે બુચ દંપતી અદાણી દ્વારા નાણાની ઉચાપત કરવાનું કૌભાંડ આચરવામાં આવ્યુ તેના પણ ભાગીદાર છે. હિંડનબર્ગે જણાવ્યું હતું કે અમે અગાઉ નોંધ્યું હતું કે અદાણી જૂથ કોઈપણ પ્રકારની રેગ્યુલેટરી દરમિયાનગીરી વગર આટલું મોટું તંત્ર કઈ રીતે ઊભું કરી શકે. આ બાબતને અદાણીના સેબીના ચેરપર્સન માધવી બુચ સાથેના સંબંધ વડે સમજાવી શકાય છે. જો કે અમને તે સમયે તે ખબર ન હતી કે સેબીના વર્તમાન ચેરમેન માધવી બુચ અને તેમના પતિ ધવલ બુચ બર્મ્યુડા અને મોરેશિયસ ફંડમાં છૂપો હિસ્સો ધરાવે છે.
આશ્ચર્યની વાત એ છે કે આ જટિલ સ્ટ્રકચરનો ઉપયોગ ગૌૈતમ અદાણીના ભાઈ વિનોદ અદાણી કરે છે.અહેવાલમાં વધુમાં જણાવાયું હતું કે માધવી બુચ અને તેમના પતિ ધવલ પુચ આઇપીઇ પ્લસ ફંડની સાથે પાંચ જુન ૨૦૧૫ના રોજ સિંગાપોરમાં તેમનું એકાઉન્ટ ખોલાવ્યું હતું, એમ વ્હીસલ બ્લોઅરના દસ્તાવેજ જણાવે છે. આઇઆઇએફએલ ખાતે પ્રિન્સિપાલ તરીકે સહી કરાઈ હતી તેમા ભંડોળના સ્ત્રોતના ડિક્લેરેશનમાં પગાર અને દંપતીની નેટવર્થ ગણાવવામાં આવી છે.આ દંપતીની નેટવર્થ એક કરોડ ડોલર (રુ. ૮૫ કરોડ) હોવાનો અંદાજ મૂકવામાં આવ્યો હતો. આઇપીઇ પ્લસ ફંડ નાનું ઓફશોર મોરેશિયસ સ્થિત ફંડ છે. તેની સ્થાપના અદાણીના ડિરેક્ટરે ઇન્ડિયા ઇન્ફોલાઇન (આઇઆઇએફએલ)ની વેલ્થ મેનેજમેન્ટ ફર્મ દ્વારા કરી હતી. તેનું પાછું ધ વાયરકાર્ડ સ્કેન્ડલ સાથે જોડાણ છે.
વાયરકાર્ડ જર્મનીના ઇતિહાસના સૌથી મોટા ફ્રોડની આરોપી છે. આઇઆઇએફએલ વેલ્થ સાથે મોરેશિયસ ફંડ સ્ટ્રકચરનો ઉપયોગ કરીને વાયરકાર્ડને સાંકળતા ડીલમાં સામેલ હતી, એમ યુકેની લો સુટમાં જણાવાયું છે. ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણી આ સ્ટ્રકચરનો ઉપયોગ ભારતીય બજારોમાં રોકાણ કરવા માટે કરે છે. આ રોકાણનું ભંડોળ અદાણી જૂથના પાવર ઇક્વિપમેન્ટના ઓવર ઇન્વોઇસિંગ દ્વારા મેળવવામાં આવે છે. અદાણી અંગે અમારા અગાઉના રિપોર્ટમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ના દસ્તાવેજને ટાંકવામાં આવ્યા છે. તેમા આરોપ મૂકવામાં આવ્યો છે કે અદાણી જૂથે તેના ચાવીરુપ પાવર ઇક્વિપમેન્ટ્સનું આયાત મૂલ્ય વધુ પડતું ઊંચું મૂક્યું છે. આ ઊંચા મૂલ્ય દ્વારા તેની શેલ ઓફશોર કંપનીઓ મોટાપાયા પર રકમ ઉસેડી ગઈ છે અને આ જ રીતે ભારતીય પ્રજાના નાણા ઉસેટી જાય છે. આ પ્રકારે મળતું બધું જ ભંડોળ વિનોદ અદાણીની સાથે સંલગ્ન જુદા-જુદા ઓફશોર એકમોની જાળમાં જઈને અદ્રશ્ય થઈ જાય છે.હિંડનબર્ગ રિસર્ચે દાવો કર્યો છે કે ફાઇનાન્સિયલ ટાઇમ્સ દ્વારા હાથ ધરાયેલા ઇન્વેસ્ટિગેશનમાં ઇન્ડિયા ઇન્ફોલાઇન (આઇઆઇએફએળ) નામની કંપનીએ બરમુડાની ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડનો ઉપયોગ કરીને નાણાકીય ગેરરીતિ કરી હતી
. અદાણી ગુ્રપના શેરોમાં મોટાપાયે પોઝિશન લેવા અને શેરો એકઠા કરવા અદાણીના બે સહયોગીઓએ આઇઆઇએફએલ ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડનો ઉપયોગ કર્યો હતો. ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ બરમુડામાં નોંધાયેલી કંપની છે. જ્યારે આઇઆઇએફએલ ભારતમાં નોંધાયેલી વેલ્થ મેનેજમેન્ટ ફર્મ છે, જે હવે ૩૬૦ના નામે ઓળખાય છે.હિંડનબર્ગનો દાવો છે કે, હિંડનબર્ગ રીસર્ચ દ્વારા અદાણી ગ્રુપ દ્વારા કરાયેલી નાણાંકીય ગેરરીતિઓ અંગે અહેવાલ પ્રસિધ્ધ કરાયો પછી ભારતમાં શેરબજારના નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ અદાણી ગ્રુપ સામે કોઈ પણ પગલાં લેવાના બદલે હિંડનબર્ગ રીસર્ચને શો કોઝ નોટિસ આપવામાં આવી હતી. તેનું કારણ એ છે કે, સેબીનાં ચેરપર્સન માધબી બુચ અને તેમના પતિ ધવલ બૂચ અદાણી ગ્રૂપના કથિત નાણાકીય ગેરવર્તણૂક સાથે સંકળાયેલી વિદેશી ફંડમાં હિસ્સો ધરાવે છે.
હિન્ડેનબર્ગના અહેવાલ મુજબ, માધબી બુચ અને તેમના પતિએ બર્મુડા અને મોરેશિયસમાં ફાયનાન્સિયલ ફંડ્સમાં રોકાણ કર્યું હતું પણ તેની વિગતો જાહેર કરી નહોતી. માધવી અને ધવલ બૂચે આ વિગતો કેમ છૂપાવી એ સવાલ હિંડનબર્ગે ઉઠાવ્યો છે. આ જ ફંડનો ઉપયોગ ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણી દ્વારા કથિત રીતે નાણાકીય બજારોમાં હેરાફેરી કરવા માટે કરવામાં આવ્યો હતો તેના કારણે માધવી બૂચ અને અદાણી ગ્રુપ ગેરરીતિમાં ભાગીદાર હોવાનો આડકતરો આક્ષેપ પણ હિંડનબર્ગ દ્વારા કરાયો છે. હિંડનબર્ગના કહેવા પ્રમાણે, આ રોકાણો કથિત રીતે ૨૦૧૫ના છે. ૨૦૧૭માં માધબી બૂચની સેબીના પૂર્ણ-સમયના સભ્ય તરીકે નિમણૂક થઈ હતી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0