જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારડે મુંડન કરાવી વિધિવત શ્રદ્ધાંજલિ અર્પણ કરી
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારડે મુંડન કરાવી વિધિવત શ્રદ્ધાંજલિ અર્પણ કરી
ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ મનમોહન સિંહજીના આત્માને મોક્ષાર્થે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ નજીક પવિત્ર ત્રિવેણી સંગમ ઘાટ ખાતે શ્રદ્ધાંજલિ અને તર્પણ વિધિ કરાવી હતી.
ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ બારડ દ્વારા ત્રિવેણી સંગમ ખાતે મુંડન કરી વિદ્વાન સોમપુરા બ્રાહ્મણ કીર્તિ દેવ શાસ્ત્રી દ્વારા પારંપરિક વિધિ મુજબ તર્પણ વિધિ સંપન્ન કરવામાં આવી હતી. તર્પણ વિધિ સમયે પૂર્વ ધારાસભ્ય પુંજા વંશ, પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ હીરા જોટવા, સોમનાથ મંદિરના ટ્રસ્ટી પ્રો. પરમાર, બાર એસો. પ્રમુખ એડવોકેટ સવાણીયા, કે.સી. ઉપાધ્યાય, રાકેશ ચુડાસમા, દેવાયત મેર, પિન્ટુ બારડ, પ્રતાપ જાદવ, મનસુખ ગોહિલ, હીરા રામ, રામશી પરમાર, પ્રવીણ ઝાલા, અજીત ડોડીયા, શૈલેષ મોરી, જાદવ સોલંકી, સુભાષભાઈ, દેવાયત મેર, દેવાયત ભગત, નારણ મેર, હારું મોથીયા, ઈશાભાઈ, ફારુખભાઈ, કાજલબેન લાખાણી, ખીમજી બારડ, હર્ષલ ઋષિ, ગીરધર સહિત ગીર સોમનાથ જિલ્લાના આગેવાનો, કાર્યકરો અને સામાન્ય નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહી શ્રદ્ધાંજલિ પાઠવેલ હતી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0