રાજ્યમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી ઘમેકેદાર બેટિંગ શરુ કરી હતી. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 212 તાલુકામાં વરસાદ પડ્યો છે.જેમાં સૌથી વધુ તાપીના વ્યારામાં સવા આઠ ઈંચ વરસાદ વરસ્યો છે
રાજ્યમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી ઘમેકેદાર બેટિંગ શરુ કરી હતી. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 212 તાલુકામાં વરસાદ પડ્યો છે.જેમાં સૌથી વધુ તાપીના વ્યારામાં સવા આઠ ઈંચ વરસાદ વરસ્યો છે
રાજ્યમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી ઘમેકેદાર બેટિંગ શરુ કરી હતી. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 212 તાલુકામાં વરસાદ પડ્યો છે.જેમાં સૌથી વધુ તાપીના વ્યારામાં સવા આઠ ઈંચ વરસાદ વરસ્યો છે. સોનગઢમાં 6.25 છ ઈંચ, જૂનાગઠના વિસાવદરમાં 6 ઇંચ અને ભાવનગરના ઘોઘામાં પણ 6 ઈંચ વરસાદ ખાબક્યો છે.
હવામાન વિભાગે રાજ્યમાં 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. મહારાષ્ટ્રમાં સર્જાયેલા સાયક્લોન સર્ક્યુલેશનની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં તાપીના વ્યારામાં સવા 8 ઈંચ, સોનગઢમાં સવા 6 ઈંચ, વિસાવદરમાં સવા 6 ઈંચ, ઘોઘામાં છ ઈંચ, પાલિતાણામાં સાડા 4 ઈંચ, વાપીમાં સવા 4 ઈંચ, વલ્લભીપુરમાં સવા 4 ઈંચ, વલસાડના પારડીમાં સવા 4 ઈંચ, વલસાડ તાલુકામાં ચાર ઈંચ, ભાવનગર તાલુકામાં પોણા ચાર ઈંચ, સિહોરમાં પોણા 4 ઈંચ, ઉનામાં પોણા 4 ઈંચ, ઉમરગામમાં પોણા 4 ઈંચ, સુત્રાપાડામાં સાડા 3 ઈંચ, સાયલામાં સાડા 3 ઈંચ, કોડીનારમાં સાડા 3 ઈંચ, વાલોડમાં સવા 3 ઈંચ, જલાલપોરમાં સવા 3 ઈંચ, ભેંસાણમાં 3 ઈંચ, ચુડામાં પોણા 3 ઈંચ, કુકાવાવમાં પોણા 3 ઈંચ, આહવામાં પોણા 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
આ સિવાય લીલીયામાં અઢી ઈંચ, ખેરગામમાં અઢી ઈંચ, બારડોલીમાં અઢી ઈંચ, ઉચ્છલમાં અઢી ઈંચ, ગીર ગઢડામાં અઢી ઈંચ, સુબીરમાં અઢી ઈંચ, બગસરામાં અઢી ઈંચ, ભાવનગરના મહુવામાં સવા બે ઈંચ, તાલાલામાં સવા 2 ઈંચ, માળીયા હાટીનામાં સવા 2 ઈંચ, તળાજામાં સવા બે ઈંચ, ઉમરાળામાં સવા બે ઈંચ વરસાદ પડ્યો હતો.
ત્યારે ચોટીલામાં સવા બે ઈંચ, નિઝરમાં સવા બે ઈંચ, જાફરાબાદમાં સવા બે ઈંચ, લીંબડીમાં સવા બે ઈંચ, જેસરમાં બે ઈંચ, પાટણ તાલુકામાં બે ઈંચ, અમરેલી તાલુકામાં બે ઈંચ, સાવરકુંડલામાં પોણા બે ઈંચ, સુરતના મહુવામાં પોણા બે ઈંચ, મેંદરડામાં પોણા બે ઈંચ, ધોલેરામાં પોણા બે ઈંચ, વઘઈમાં પોણા બે ઈંચ, મહેસાણામાં પોણા બે ઈંચ, ગારીયાધારમાં પોણા બે ઈંચ, વાંસદામાં દોઢ ઈંચ, ગઢડા, પાટણ-વેરાવળમાં દોઢ ઈંચ, વિંછિયામાં દોઢ ઈંચ, નવસારી તાલુકામાં દોઢ ઈંચ, બોટાદમાં દોઢ ઈંચ, કોટડા સાંગાણીમાં દોઢ ઈંચ, જાંબુઘોડામાં દોઢ ઈંચ, ભિલોડામાં દોઢ ઈંચ, ધારીમાં દોઢ ઈંચ, પલસાણામાં દોઢ ઈંચ, કુકરમુંડામાં દોઢ ઈંચ વરસ્યો હતો.
હવામાન વિભાગે રાજ્યમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આગામી ત્રણ દિવસ ગુજરાતના અનેક જિલ્લામાં ભારે મેઘમહેર થવાની શક્યતા છે. આ સાથે સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર સોમનાથ, અમરેલીની સાથે જ દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, વલસાડ જિલ્લો તથા દમણ અને દાદરા નગર હવેલી ખાતે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0