દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘો મહેરબાન થયા છે. ભારે વરસાદને કારણે નદીનાળા છલકાઇ ગયા છે. સોમવારે 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘો મહેરબાન થયા છે. ભારે વરસાદને કારણે નદીનાળા છલકાઇ ગયા છે. સોમવારે 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘો મહેરબાન થયા છે. ભારે વરસાદને કારણે નદીનાળા છલકાઇ ગયા છે. સોમવારે 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં દ્વારકાના કલ્યાણપુરમાં સૌથી વધુ 11.48 ઈંચ વરસાદ ખાબક્યો છે. ત્યારે આજે પણ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.
24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દ્વારકાના કલ્યાણપુરમાં સૌથી વધુ 11.48 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે માણાવદરમાં 10.2 ઈંચ, વિસાવદરમાં 9 ઈંચ, પલસાણામાં 7.6 ઈંચ, કેશોદમાં 7.5 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે સુરતના કામરેજ, પારડી, ચીખલી, માણિયા હાટીના, વાપી, દ્વારકા, કપરાડા અને બારડોલીમાં 6 ઇંચ વરસાદ વરસ્યો
આજે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે. આ સાથે જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. આ સાથે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં યલો એલર્ટ આપવામાં આવી છે.
સુરત જિલ્લામાં ભારે વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગના પંચાયત હસ્તકના 48 રસ્તાઓ ઓવરટોપીંગ તકેદારીના ભાગરૂપે બંધ કરાયા છે. માંડવી તાલુકાના મોરીઠા કાલિબેલ રેગામા રોડ, ઉશ્કેર મુંજલાવ બૌધાન રોડ તથા ઉશ્કેરથી મુંજલાવ બૌધાન રોડ, ઉમરસાડી ખરોલી, મોરીઠા કાલિબેલ રેગામા રોડ, પલસાણા તાલુકામાં બગુમરા બલેશ્વર, બગુમરાથી તુંડી, ઓલ્ડ બી.એ.રોડ પાર્કીગથી ચલથાણ બલેશ્વર પલસાણા ગામ સુધી, મલેકપુર સીસોદરા રોડ, તુંડીથી દસ્તાન, કામરેજના પરબથી જોળવાના રસ્તાઓ બંધ કરાયા છે. બારડોલી તાલુકાની વાત કરીએ તો ખસવાસા મોવાછી જોઈનીગ સામપુરા, વડોલીથી બાબલા, ખોજ પારડી વાઘેચા જોઈનીગ એસ.એસ. 167 રસ્તો, સુરાલી કોટમુંડાથી બેલ્ધા, સુરાલી ધારીયા ઓવારા, વડોલી અંચેલી, સુરાલી સવિન જકાભાઈના ઘરથી ધારીયા કોઝવે સુધી, ખોજ પારડીથી વાઘેચા, ટીમ્બરવા કરચકા સુધી, રામપુરા એપ્રોચ જેવા ગામ-ગામને જોડતા રસ્તા બંધ કરાયા હતાં.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0