પુણેના સ્વારગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાર્ક કરેલી બસમાં 26 વર્ષીય યુવતી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.
પુણેના સ્વારગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાર્ક કરેલી બસમાં 26 વર્ષીય યુવતી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.
પુણેના સ્વારગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાર્ક કરેલી બસમાં 26 વર્ષીય યુવતી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, પીડિતા સ્વારગેટ બસ સ્ટેશન પર બસની રાહ જોઈ રહી હતી. તે જ સમયે આરોપી યુવક ત્યાં પહોંચી ગયો. યુવતીને વાતોમાં ભોળવીને બસમાં લઇ જતા આ શખ્સ CCTVમાં ઝડપાયો હતો.
જ્યારે યુવતી બસ નજીક પહોંચી ત્યારે તેણે આરોપી યુવકને કહ્યું કે બસની અંદર અંધારું છે. આરોપીએ તેને કહ્યું કે આ મોડી રાતની બસ છે. બધા સૂઈ રહ્યા છે. જો તમે ઇચ્છો, તો તમે ઉપરના માળે જઈ શકો છો અને ટોર્ચ પ્રગટાવી શકો છો અને જોઈ શકો છો.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે છોકરી બસમાં ચઢતાની સાથે જ આરોપીએ અંદરથી દરવાજો બંધ કરી દીધો અને તેના પર બળાત્કાર ગુજાર્યો. આ પછી આરોપી પહેલા બસમાંથી નીચે ઉતર્યો. પછી બે મિનિટ પછી છોકરી નીચે ઉતરી. તે ફલટણ જતી બસમાં ચઢી. ત્યાંથી તેણે તેના એક મિત્રને ફોન કર્યો. તેના મિત્રની સલાહ પર, તે તાત્કાલિક સ્વારગેટ પોલીસ સ્ટેશન પહોંચી અને પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી.
આરોપીઓની શોધમાં 8 ટીમો લાગી
પોલીસે જણાવ્યું કે આરોપી શિરુર ગામનો રહેવાસી છે. અમે સીસીટીવી ફૂટેજ લીધા છે. આરોપીની ઓળખ થઈ ગઈ છે. તેમની સામે કલમ 392 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીની શોધ ચાલુ છે. ગઈકાલથી આઠ ટીમો આ કેસમાં કામ કરી રહી છે.
પોલીસ પેટ્રોલિંગ પર ઉઠ્યા પ્રશ્નો
જોકે, આ ઘટના અંગે પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. બસની અંદર એક છોકરી પર બળાત્કાર થાય છે અને આસપાસના કોઈને તેની ખબર પણ પડતી નથી. બસ લોક ન હતી એમાં ડ્રાઇવર કે કંડક્ટરનો વાંક છે? તે જ સમયે, પોલીસ પેટ્રોલિંગ પર પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. સ્વારગેટ પોલીસ સ્ટેશનનું કહેવું છે કે પોલીસ ટીમ સતત પેટ્રોલિંગ કરી રહી છે, પરંતુ પોલીસ દરેક બસની તપાસ કરી શકતી નથી. આ ઘટના બસની અંદર બની હતી. ઘટના પછી છોકરી બસમાં ચઢી ગઈ અને ત્યાંથી નીકળી ગઈ.
પુણે શહેર પોલીસ ડીસીપી સ્મર્થાના પાટિલે માહિતી આપી
પુણે ઝોન-2 ડીસીપી સ્મર્થના પાટીલે જણાવ્યું કે એક છોકરી ઘરે પાછા જવા માટે બસની રાહ જોઈ રહી હતી, ત્યારે એક યુવક ત્યાં આવ્યો અને કહ્યું કે તમારા ઘરે જતી બસ બીજે ક્યાંક ઉભી છે. તે છોકરીને પાર્ક કરેલી બસમાં લઈ ગયો. પછી, તેણે છોકરી પર બળાત્કાર ગુજાર્યો. આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપીની ઓળખ પણ થઈ ગઈ છે. તેને પકડવા માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આરોપીની ઓળખ દત્તાત્રેય રામદાસ ગાડે તરીકે થઈ છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0