પ્રાથમિક વિગતો મુજબ 2જી જૂનની રાત્રે રાજસ્થાનથી લગ્નની જાન રાજગઢ જિલ્લાના કુલમપુરા ગામમાં આવી રહી હતી. આ દરમિયાન જાનૈયાઓથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી પીપલોડી પાસે પલટી મારી ગઈ હતી. જેને લઈ અનેક લોકો નીચે દટાઇ જતાં 13 લોકોના મોત થયા હતા. આ તરફ  ઇજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે.